January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ડિસ્‍ટ્રીક્‍ટ કોર્ટ પરિસરમાં લોક અદાલત યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: રાષ્‍ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નવી દિલ્‍હી અને રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ દાદરા નગર હવેલીની સૂચના મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દાનહ દ્વારા સેલવાસ ડિસ્‍ટ્રીક્‍ટ કોર્ટ પરિસરમાં રાષ્‍ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ચેક બાઉન્‍સના કેસો, શ્રમ વિભાગ, મોટર અકસ્‍માતના કેસો, જમીન સંપાદનના કેસો, રેવન્‍યૂ કેસો, મેટ્રિમોનિયલ વિવાદો, ફોજદારી કંપાઉન્‍ડેબલ કેસો, બેંક ગ્રાહક કેસો, ગ્રામ પંચાયત હાઉસ ટેક્‍સ, ગુજરાત ગેસ પ્રી-લીટીગેશન સહિતના વિવિધ કેસોનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો. વસૂલાતના કેસોને લગતા વિવાદોને સોહાર્દપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. લોક અદાલતમાં કુલ 1580 કેસોમાંથી 45 કેસોનું સમાધાનકરવામાં આવ્‍યું હતું. જેમાં કુલ રૂા. 1,63,34,200ની રકમનું પતાવટ કરવામાં આવ્‍યું હતું.
આ અવસરે પ્રિન્‍સિપાલ ડિસ્‍ટ્રીક્‍ટ એન્‍ડ સેશન જજ સુશ્રી સાપટણેકર, સિવિલ જજ એન્‍ડ જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટ ફર્સ્‍ટક્‍લાસ શ્રી બી.એચ.પરમાર, બાર એસોસિએશનના સભ્‍યો સહિત મોટી સંખ્‍યામાં અરજદારો અને સામા પક્ષકાર હાજર રહ્યા હતા.

Related posts

જેસીબીમાં વરઘોડો!

vartmanpravah

વલસાડ, વાપી એસ.ટી. વિભાગ દ્વારા હોળી-ધુળેટી તહેવારો માટે માંગો ત્‍યારે બસની યોજના કાર્યરત કરાઈ

vartmanpravah

ઉમરગામના નાહુલીમાં લગ્ન મંડપમાંથી 23 તોલા દાગીના ભરેલ બેગ લઈ યુવક રફુચક્કર

vartmanpravah

દમણ પોલીસે ફોનના માધ્‍યમથી ગ્રાહકોનો સંપર્ક કરી મહિલાઓ પાસે અનૈતિક કાર્ય કરાવનારા બે શખ્‍સોની કરેલી ધરપકડ

vartmanpravah

‘Change Before Climate Change’ના સંદેશ સાથે પુરા ભારતની સાયકલ ઉપર પરિક્રમા કરવા નિકળેલા જયંત મહાજનનું દમણ ખાતે આગમન

vartmanpravah

વાપી ડુંગરા ભંગારના ગોડાઉનમાં આગ લાગી

vartmanpravah

Leave a Comment