(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.03: દમણની આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન જયેશભાઈ પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના મહત્વાકાંક્ષી પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના ઉપર જનજાગૃતિ ફેલાવાનું કામ શરૂ કર્યું છે.
શનિવારેઆટિયાવાડ ગ્રામ પંચાયત ખાતે યોજાયેલ જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે પીએમ સૂર્ય ઘર યોજનાની વિશેષતાઓ, લાભ વિશે માહિતી આપી હતી. તેમણે ઉપસ્થિત લોકોને પણ આ યોજનાનો પ્રચાર પ્રસાર કરવા અપીલ કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત વિદ્યુત વિભાગના પ્રતિનિધિઓએ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત અરજી કરવા, રૂફટોપ અને સબસિડી સહિતના લાભો લેવાની પ્રક્રિયા પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશનના માધ્યમથી સમજાવી હતી.