March 27, 2023
Vartman Pravah
Breaking Newsદમણદીવ

દમણ જિલ્લાનું ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ આપત્તિના સામના માટે સજ્જ : એનડીઆરએફ અને કોસ્‍ટ ગાર્ડ સાથે સફળ સંકલન

  • દમણમાં વાવાઝોડું ત્રાટકવા પહેલા અને ત્રાટક્‍યા પછીની સ્‍થિતિનો સામનો કરવા યોજાઈ મોકડ્રીલ
  • દમણ જિલ્લાની તમામ આપદા વ્‍યવસ્‍થાપન ટીમ અને એનડીઆરએફ તથા કોસ્‍ટગાર્ડે પ્રયોગ કરી વાવાઝોડા સામે લેવાનારી તકેદારી અને બચાવ તથા રાહતની કામગીરી કરતા સફળ રહેલી મોકડ્રીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16
આજે દમણમાં જુદા જુદા સ્‍થળોએ નેશનલ ડિઝાસ્‍ટર રિસ્‍પોન્‍સ ફોર્સ(એનડીઆરએફ)ની છઠ્ઠી બટાલીયન અને સંઘપ્રદેશની ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરીટી સાથે વાવાઝોડાના સંદર્ભમાં એક મોકડ્રીલનું આયોજન કર્યુ હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઈન્‍ડિયન મિટરોલોજીકલ ડિપાર્ટમેન્‍ટ અને કોસ્‍ટગાર્ડ એર સ્‍ટેશન દમણ દ્વારા દમણ જિલ્લાના કંટ્રોલ રૂમને અગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વાવાઝોડું પ્રતિ કલાકની 89થી 118 કિ.મી.ની ઝડપે ત્રાટકવાનું હોવાનો સંદેશ મળ્‍યો હતો. જેના કારણે દમણ જિલ્લા પ્રશાસનની ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરીટીની ટીમ સક્રિય બની હતી અને જિલ્લા પ્રશાસનનેમદદરૂપ થવા માટે એનડીઆરએફની છઠ્ઠી બટાલીયનની ટીમ પણ પહોંચી ચૂકી હતી. જિલ્લા પ્રશાસને દમણ નગર પાલિકા અને જિલ્લા પંચાયત હસ્‍તકના નિચાણવાળા વિસ્‍તારના નાગરિકોને લાઉડ સ્‍પીકર દ્વારા સલામત અને સુરક્ષિત સ્‍થળે પહોંચી જવા તાકીદ કરવામાં આવી હતી. ફિશરીઝ ડિપાર્ટમેન્‍ટ દ્વારા મચ્‍છીમારી માટે દરિયામાં ગયેલ બોટોને પરત ફરવા માટે વાયરલેસ મેસેજ દ્વારા સંદેશ પહોંચાડવામાં આવ્‍યો હતો.
દરમિયાન લગભગ પ0 નોટીકલ માઈલ દરિયાની અંદર ‘ગીતા પ્રસાદ’ નામની બોટ પરત નહીં ફરી હતી અને વાવાઝોડામાં તણાઈ રહી હોવાનું જણાતા તાત્‍કાલિક કોસ્‍ટગાર્ડના ચેતક હેલીકોપ્‍ટર અને એનડીઆરએફની ટીમે બોટના એક ક્રૂ-મેમ્‍બરને એરલિફટ કર્યો હતો અને પાંચ ક્રૂ-મેમ્‍બરોને સફળતાપૂર્વક રેસક્‍યુ કરી 108 ઈમરજન્‍સી એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા મરવડ હોસ્‍પિટલ ખાતે દેખરેખ માટે ખસેડાયા હતા.
દમણ જિલ્લાના નિચાણવાળા વિસ્‍તાર કડૈયા માછીવાડના 13 વ્‍યક્‍તિઓને સરકારી શાળા ભીમપોર ખાતે રીલીફ સેન્‍ટરમાં રખાયા હતા. જ્‍યાં તેમને વિજળી રહેઠાણ, પીવાનું પાણી, સ્‍વચ્‍છતા અને ભોજન તથા સલામતીની પણ વ્‍યવસ્‍થા રાખવામાં આવી હતી. આ તમામ સગવડ ઈલેક્‍ટ્રીસીટી, પીડબલ્‍યુડી, પંચાયત, કલેક્‍ટોરેટ અને પોલીસના સફળ સંકલનથી સફળ બની હતી.
વાવાઝોડાના કારણે ઝાડ પડવાથી ઘણેઠેકાણે રોડના બ્‍લોકેજ નજરે પડતા ફાયર બ્રિગેડ, ફોરેસ્‍ટ, પીડબલ્‍યુડી અને એનડીઆરએફની ટીમે તેને દૂર કરી રસ્‍તો સુગમ બનાવ્‍યો હતો. અસરગ્રસ્‍ત વિસ્‍તારમાં મેડિકલ, પોસ્‍ટ,કોમ્‍યુનિકેશન સેન્‍ટર, ઈન્‍સીડન્‍ટ કમાન્‍ડ પોસ્‍ટ અને મીડિયા રૂમ પણ અસરકારક રીતે કાર્યરત કરવામાં આવી હતી.
મોકડ્રીલ દરમિયાન સંઘપ્રદેશ પ્રશાસનની ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરીટી, એનડીઆરએફ તથા કોસ્‍ટગાર્ડની ટીમ તથા અન્‍ય સંબંધિત વિભાગોએ એકસૂત્રતા સાથે કામ કરી સંભવિત આફતની ઘટના સામે તંત્ર સાબદુ હોવાનું પ્રદર્શન કર્યુ હતું.

Related posts

પદ્મશ્રી પ્રભાબેન શાહે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન જાગરણ અભિયાન અંતર્ગત લોક જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી દ્વારા કોચરવા પ્રાથમિક શાળાના બાળકોને સ્‍વેટર અર્પણકરાયા

vartmanpravah

પારડી-કલસર ગામના સરપંચ મનોજભાઈની સમય સૂચકતા થઈ ફળીભૂત: છેલ્લા કેટલાક સમયથી પશુઓનું મારણ કરતી દિપડી પાંજરે પુરાઈ

vartmanpravah

સેલવાસમાં પતંગના દોરાથી એક યુવાનને ઈજા : ગાલ અને હોઠ ઉપર ગંભીર ઈજાઃ 15 ટાંકા આવ્‍યા

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના કાર્યવાહક અધ્‍યક્ષ મૈત્રીબેન પટેલે ડીપીએલ-3ની નિહાળેલી મેચો

vartmanpravah

Leave a Comment