Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સિકલસેલ એનિમિયા અંગે જાગૃતિ ફેલાવવા ધરમપુરના ઉગતા ગામની આશ્રમશાળામાં પપેટ શો યોજાયો

વિસરાતી જતી લોક કલા પપેટ શો ને જીવંત રાખવા માટે આરોગ્‍ય શાખા દ્વારા સરાહનીય પ્રયાસ કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: સિકલસેલ એનિમિયા રોગ વિશે લોકોમાં જનજાગૃત્તિ કેળવાય તેવા શુભ આશય સાથે વલસાડ જિલ્લા આરોગ્‍ય શાખા દ્વારા ધરમપુર તાલુકાના ઉગતા ગામની આશ્રમશાળામાં પપેટ શો યોજાયો હતો. આ કાર્યક્રમ થકી વિસરાતીજતા પપેટ શો ની કલાને જીવંત રાખવાનો પણ સરાહનીય પ્રયાસ કરાયો હતો.
ધરમપુર તાલુકા હેલ્‍થ કચેરી અને ભેંસધરાના આયુષ્‍યમાન મંદિરના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા આરોગ્‍ય શાખાના જિલ્લા માહિતી, શિક્ષણ અને પ્રસારણ અધિકારી પંકજભાઈ પટેલે ઉપસ્‍થિત રહી સિકલસેલ એનિમિયા રોગ અને માહિતી આપી હતી. તેમણે જણાવ્‍યું કે, ભારતીય સંસ્‍કળતિમાં કલાનું ખૂબ જ મહત્‍વ રહ્યું છે. પ્રસાર પ્રસારના પરંપરાગત માધ્‍યમથી ગ્રામજનોને સરળતાપૂર્વક સમજાવી શકાય છે. રમેશભાઈ રાવલ અને અમદાવાદના જિતેન્‍દ્ર ભટ્ટ તરફથી સંગીતમય શૈલીમાં પપેટ શો રજૂ કરવામાં આવ્‍યો હતો. જેને આશ્રમશાળાના બાળકો અને સ્‍ટાફ તેમજ વાલીઓએ માણ્‍યો હતો. આ પ્રસંગે ગામના પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટર અનિલભાઈ ગારીયા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. વિસરાઈ રહેલા પપેટ શો થી બાળકો અને ગ્રામજનો અભિભૂત થયા હતા. આભારવિધિ ભેંસધરાના આયુષ્‍યમાન આરોગ્‍ય મંદિરના કોમ્‍યુનિટી હેલ્‍થ ઓફિસર ભાવનભાઈએ કરી હતી.

Related posts

કોલવેરા : કોલક નદીનું ઉદગમ સ્થાન અને કોલવેરા ડુંગરનો પ્રાચીન ઈતિહાસ

vartmanpravah

વરસાદના વિઘ્‍ન વચ્‍ચે વાપી વિસ્‍તારમાં નવરાત્રિની પુરજોશમાં શરૂ થયેલી તૈયારીઓ

vartmanpravah

વાપીના સિક્કાની બીજી બાજું-ભડકમોરા સુંદરનગર વિસ્‍તારમાં પથરાયેલા નર્કાગારમાં જીંદગી શ્વસી રહી છે

vartmanpravah

દમણ-દીવ ભાજપ ઓબીસી મોરચાના સ્‍ટેટ પ્રેસીડેન્‍ટ તરીકે નિમાયેલા હરીશભાઈ પટેલનું સાંસદ લાલુભાઈ પટેલ, જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલ સહિતના આગેવાનોએ કરેલું હાર્દિક અભિવાદન

vartmanpravah

ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી અક્ષય રાજપૂતની કાર્યશૈલીથી સમગ્ર તાલુકો ત્રસ્‍ત

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment