October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકામાં કોંગ્રેસની હાલત કફોડી

મનિષ રાયની કામયાબ રણનીતિ અને માર્ગદર્શન હેઠળ તાલુકાના કદાવર નેતા નરેશ વળવી અને ભગવાન ભરવાડ સહિત મોટી સંખ્‍યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપમાં કરેલું જોડાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13: ઉમરગામતાલુકામાં કોંગ્રેસ પક્ષની હાલત નબળી બની જવા પામી છે. લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાની ગણાતી ઘડીએ સરીગામના ભાજપી આગેવાન શ્રી મનીષભાઈ રાયે લોટસ અભિયાનની જવાબદારી સફળતાપૂર્વક પાર પાડી દીધી છે. છેલ્લા ચાર પાંચ દિવસથી ચાલી રહેલી કોંગ્રેસીઓને કેસરિયા કરવાની ગતિવિધિ આજરોજ ભીલાડ ભંડારી સમાજ હોલ ખાતે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, મહામંત્રી શ્રી શિલ્‍પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, કપરાડા ધારાસભ્‍ય શ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્‍થિતિ વચ્‍ચે પૂર્ણ થવા પામી છે. તાલુકા સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી અને એમની ટીમ દ્વારા કોંગ્રેસી કાર્યકર્તાઓને ભાજપમાં સમાવવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના કદાવર નેતા શ્રી નરેશભાઈ વળવી અને શ્રી ભગવાનભાઈ ભરવાડ સહિત મોટી સંખ્‍યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. શ્રી મનીષભાઈ રાયે મોટી સંખ્‍યામાં કોંગ્રેસી નેતા સાથે કાર્યકર્તાઓને ભાજપમાં જોડી તાલુકા કક્ષાએ એક તરફી માહોલ બનાવી લીધો છે. કોંગ્રેસી કાર્યકર્તાઓને ભાજપમાં જોડાવા માટે છેલ્લા પાંચ છ દિવસથી ગતિવિધિ ચાલી રહી હતી. જેનીજવાબદારી સરીગામના આગેવાન શ્રી મનીષભાઈ રાયે સફળ પૂર્વક નિભાવતા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા તેમજ ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરનું માર્ગદર્શન મેળવી કામ આગળ વધાર્યું હતું જેમાં કોંગ્રેસી કાર્યકર્તાઓને સમજાવટ બાદ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ જોડે બેઠક પણ કરાવી હતી. તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓને ભાજપાની વિકાસશીલ વિચારધારા પસંદ આવતા આજરોજ સાંજના સમયે ભાજપાના આગેવાનોની હાજરી વચ્‍ચે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્‍યામા કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ જવા પામ્‍યા છે.

Related posts

વલસાડ ધરમપુર ચોકડી ઉપરથી ગૌતસ્‍કરીમાં વપરાયેલી બિનવારસી કાર મળી આવી

vartmanpravah

દાનહના મૂકસેવાભાવી કાંતિભાઈ એમ. પટેલનું ટૂંકી માંદગી બાદ આકસ્‍મિક નિધન

vartmanpravah

ચીખલી સિટી સરવે કચેરીમાં પ્રોપર્ટી કાર્ડમાં મહિનાઓ સુધી ફેરફાર નોંધ પાડવામાં નહી આવતા અરજદારોને ધક્‍કા ખાવાની નોબત

vartmanpravah

નવસારી જિલ્લામાં મુખ્‍યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્‍કોલરશીપ યોજનામાં ધો.9માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ શિષ્‍યવૃત્તિના લાભથી વંચિત

vartmanpravah

વાપી ગુંજનમાં જાહેર રોડ ઉપર જીવંત વિજ તાર નીચે પડી જતા અફરા તફરી મચી

vartmanpravah

મહેસાણા વડસ્‍મા સત્‍સંગ સાકેતધામ ઈન્‍સ્‍ટિટયૂટની ઘટના : વલસાડ કચીગામની યુવતીની ફાર્મસી કોલેજમાં સહાધ્‍યાયીએ કરેલી હત્‍યાઃ આરોપીની ધરપકડ

vartmanpravah

Leave a Comment