(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: વાપી ખાતે આવેલ સમર્પણ જ્ઞાન સ્કૂલના બાળકો અને કલા શિક્ષિકા લાયન ચૈતાલી પાટીલે વાપી નગરપાલિકા અને આઈડીએફ ફાઉન્ડેશન દ્વારા આયોજિત વોલ પેઈન્ટીંગ પ્રતિયોગિતામાં ભાગ લઇ સુંદર કલા પ્રસ્તુતિ કરી બેસ્ટ ક્રિએટિવિટી વોલ પેઇન્ટિંગ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. આ સ્પર્ધા 23 સપ્ટેબરને સોમવારના રોજ રખાઈ હતી. જેમાં શાળાએ ભાગ લઇ સામાજિક જનજાગૃતિની પહેલમાં નાનકડું યોગદાન આપ્યું અને કલા દ્વારા મહત્વપૂર્ણ સંદેશ ફેલાવવાનું કાર્ય કર્યું છે. આજની ભાગદોડ ભરી વ્યસ્તતમ જીવનમાં ભારતનું ભાવિ કયાંક તનાવ ભર્યા વાતાવરણમાં શ્વાસ લઇ રહ્યું છે. જે કેટલું ભયજનક નીવડી શકે અને એ ભાવિ પેઢીને તનાવમુક્ત રાખવાનાં લાભ બાળકોએ સર્જનાત્મકતાથી ચિત્રના માધ્યમથી પ્રદર્શિત કર્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્કૂલ ફાઉન્ડર ટ્રસ્ટી લાયન મૂકેશ પટેલ, ચેર પર્સન લાયન હીના પટેલ અને આચાર્યાએ કલા શિક્ષક અને બાળકોને પૂરતો સહકાર અનેપ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમજ સમસ્ત શાળા પરિવારે એવોર્ડ માટે શુભેચછા પાઠવી હતી.
