એન.સી.પી.ના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલભાઈ પટેલ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની રાજનીતિથી પણ ખુબ જ નજીકથી પરિચિત હોવાથી પ્રદેશ પ્રમુખ સાથેની તેમની નિકટતાનો લાભ પ્રદેશને મળી શકે છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા શ્રી પ્રફુલભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ તરીકે વિજેતા બનતા દાદરા નગર હવેલી અને દમણ-દીવ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી ધવલભાઈ દેસાઈએ તેમની મુંબઈ ખાતે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી શુભકામના પાઠવી હતી.
એન.સી.પી.ના વરિષ્ઠ નેતા શ્રી પ્રફુલભાઈ પટેલ દાદરા નગર હવેલી અને દમણ-દીવની રાજનીતિથી પણ ખુબ જ નજીકથી પરિચિત છે અને પ્રદેશ એન.સી.પી. પ્રમુખ શ્રી ધવલભાઈ દેસાઈ સાથેની તેમની નિકટતાનો લાભ આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવને પણ મળશે એવો વિશ્વાસ દૃઢ બન્યો છે.