Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ધવલ પટેલનું વલસાડ જિલ્લા મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયમાં ભવ્‍ય સ્‍વાગત કરાયું

નાણામંત્રી કનુભાઈ દેસાઈની ધવલ પટેલએ વાપીમાં શુભેચ્‍છા મુલાકાત કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: બુધવારે મોડી રાતે વલસાડ-ડાંગ લોકસભાની બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે ધવલ પટેલના નામની જાહેરાત થતા જ જિલ્લા ભાજપ પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.
વલસાડ જિલ્લા ભાજપ મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલય અબ્રામામાં મોડી રાતે લોકસભા બેઠકના ઉમેદવાર ધવલ પટેલનો સ્‍વાગત-સત્‍કાર કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાની આગેવાનીમાં ધવલભાઈ પટેલનું સેંકડો કાર્યકરો દ્વારા ખુબ ઉત્‍સાહ અને ઉમંગ સાથે ફટાકડા ફોડી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ધવલ પટેલએ મોદીના નેતૃત્‍વમાં વલસાડની બેઠક 5 લાખ કરતા વધુ લીડથી જીતવાનો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો. હેમંત કંસારાએ ધવલભાઈનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કર્યું હતું. આ તબક્કે જિલ્લા મહામંત્રી કમલેશ પટેલ, શિલ્‍પેશ દેસાઈ, જિ.પં. પ્રમુખ મનહર પટેલ, ધારાસભ્‍ય ભરતભાઈ પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. વલસાડ ચૂંટણી મધ્‍યસ્‍થ કાર્યાલયની મુલાકાત બાદ વાપી ખાતે કેબિનેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈની મુલાકાત લેવા પહોંચી ગયા હતા. વાપીમાં પણ ભાજપ કાર્યકરો સાથે ધવલભાઈને કનુભાઈ દેસાઈએ શુભેચ્‍છા પાઠવીહતી.

Related posts

26મી જાન્‍યુઆરી, ગણતંત્ર દિવસ નિમિત્તે કર્તવ્‍ય પથ, નવી દીલ્‍હીમાં યોજાનારી પરેડ માટે દાનહ અને દમણ-દીવના એન.એસ.એસ.ના બે સ્‍વયંસેવકોની પસંદગી

vartmanpravah

વલસાડના નાની સરોણ ગામે દિપડાએ કોઢારમાં પ્રવેશી વાછરડીનો શિકાર કરતા ગામમાં ગભરાટ

vartmanpravah

દાનહ ઇલેક્‍ટ્રીક વિભાગ પ્રાઈવેટ કંપની ટોરેન્‍ટોને આપવામા આવી ત્‍યારથી લોકોને પડતી મુશ્‍કેલી અંગે કલેક્‍ટરને લેખિત રજૂઆત કરાઈ

vartmanpravah

દમણ ખાતે ‘ઈન્‍ડિયા ડે’માં ઉમટેલો માનવ મહેરામણઃ પેદા થયેલો ઉત્‍સવનો માહોલ

vartmanpravah

ચીખલી મામલતદાર કચેરીની બેદરકારીઃ વરસાદ વરસ્‍યો છતાં નોંધવામાં જ ન આવ્‍યો

vartmanpravah

સેલવાસ પોલીસે મટકાનો જુગારઃ રમાડનાર એક વ્‍યક્‍તિની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment