April 24, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણમાં હિન્‍દી પખવાડા અંતર્ગત કર્મચારીઓ માટે હિન્‍દી શબ્‍દાવલી જ્ઞાન સ્‍પર્ધા અને હિન્‍દી ટાઈપિંગ સ્‍પર્ધા યોજાઈ

સ્‍પર્ધામાં વિજેતાઓને તા.29મીના ગુરૂવારે પુરસ્‍કારનું વિતરણ કરવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17: રાજભાષા વિભાગ, દમણ દ્વારા હિન્‍દી પખવાડા અંતર્ગત વિવિધ સ્‍પર્ધાઓ યોજાઈ હતી. જેમાં ગત 16મી સપ્‍ટેમ્‍બરના શુક્રવારે કર્મચારીઓ માટે શબ્‍દાવલી જ્ઞાન સ્‍પર્ધા અને હિન્‍દી ટાઈપિંગ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધા રાજભાષા વિભાગ, દમણમાં સવારે 11 વાગ્‍યાથી યોજવામાં આવી હતી. કર્મચારીઓ વર્ગ માટે યોજાયેલી આ સ્‍પર્ધામાં દમણ જિલ્લાના જુદા જુદા કાર્યાલયોના કર્મચારીઓએ ભાગ લીધો હતો. તમામ કર્મચારીઓએ શબ્‍દાવલી જ્ઞાનમાં પૂછાયેલા શબ્‍દોનો પુરી નમ્રતાથી જવાબો આપ્‍યા હતા. આ અવસરે કર્મચારીઓએ જણાવ્‍યું હતું કે, સ્‍પર્ધાઓમાં ભાગ લેવાથી કંઈક નવા શબ્‍દોને જાણવાનો અવસર મળે છે જેનો કાર્યાલયોમાં પ્રયોગ કરવા માટે મદદરૂપ થાય છે.
બપોરે 3 વાગ્‍યાથી કર્મચારીઓ માટે હિન્‍દી ટાઈપિંગ સ્‍પર્ધા યોજાઈ હતી. અત્રે યાદ રહે કે, રાજભાષા વિભાગ, ગૃહ મંત્રાલયના વાર્ષિક કાર્યક્રમ મુજબ અને રાજભાષા, દાદરા નગર હવેલી અને દમણ-દીવ, દમણના માર્ગદર્શનમાં રાજભાષા વિભાગ, દમણ દ્વારા ગત તા.16મી સપ્‍ટેમ્‍બર, 2022 થી તા.28મીસપ્‍ટેમ્‍બર, 2022 સુધી હિન્‍દી પખવાડાની ઉજવણી થઈ રહી છે. પખવાડા અંતર્ગત વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને અધિકારીઓ માટે જુદી જુદી સ્‍પર્ધાઓ રાખવામાં આવી છે. આ સ્‍પર્ધાઓમાં વિજેતા થનાર સ્‍પર્ધકોને હિન્‍દી પખવાડા સમાપ સમારોહ અને પુરસ્‍કાર વિતરણ સમારોહના અવસરે તા.29મી સપ્‍ટેમ્‍બર, 2022ના રોજ પુરસ્‍કાર એનાયત કરવામાં આવશે.

Related posts

સંપત્તિની સાચવણી માટે પણ સંસ્‍કાર સત્‍સંગ અને સદ્‌ગુરૂની જરૂરિયાતઃ પ.પૂ.મેહુલભાઈ જાની

vartmanpravah

રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનઃવર્સન કેન્‍દ્ર સેલવાસ ખાતે સાધન-સામગ્રીનું કરાયેલું વિતરણ

vartmanpravah

પારડી ઓવરબ્રિજ પાસે વરના ગાડીનું શીર્ષાસન: ચાલાક અને ગાડીમાં સવાર અન્‍યનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

ધારાસભ્‍ય અનંત પટેલના સમર્થકોએ વાપી-શામળાજી હાઈવે ચક્કાજામ કર્યો

vartmanpravah

કડમાળથી સુબિર તરફ જતા રસ્‍તામાં ડ્રાઈવરે સ્‍ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા સેન્‍ટ્રો કાર કોઝવે ઉપરથી નીચે પડી જતાં અકસ્‍માત સર્જાયો હતો

vartmanpravah

વાપીમાં 10 ઉપરાંત ગણેશ પંડાલોમાં નાણામંત્રીએ શ્રીજીની આરતી ઉતારી દર્શનનો લાભ લીધો

vartmanpravah

Leave a Comment