Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લોકસભા સામાન્‍ય ચૂંટણી – 2024 અન્‍વયે જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17: લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ જાહેર થતાં વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પ્રેસ કોન્ફરન્સ ને સંબોધતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ૨૬ – વલસાડ (અ.જ.જા.) સંસદીય મતવિસ્તાર અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મતવિસ્તારમાં કુલ ૨૦૦૬ મતદાન મથકો ખાતે મતદાન થશે. જેમાં આ સંસદીય મત વિસ્તારમાં કુલ સાત વિધાનસભા ક્ષેત્રો ૧૭૩- ડાંગ, ૧૭૭-વાંસદા, ૧૭૮-ધરમપુર, ૧૭૯-વલસાડ, ૧૮૦-પારડી, ૧૮૧-કપરાડા અને ૧૮૨-ઉમરગામનો સમાવેશ થાય છે. સંસદીય ક્ષેત્રમાં ૯,૩૯,૩૭૯ પુરૂષ, ૯,૦૮,૮૧૦ સ્ત્રી અને ૨૨ અન્ય મતદારો મળી કુલ ૧૮,૪૮,૨૧૧ મતદારો છે. જેમાં ૧૮ થી ૧૯ વર્ષના વયજૂથના પ્રથમવાર મતદાન કરશે એવા ૪૮,૭૮૩ મતદારો જ્યારે ૨૦ થી ૨૯ વયજૂથના ૮૬,૨૨૩ મતદારોનો સમાવેશ થાય છે. ૨૨૭ સેવા મતદારો અને ૧૩,૨૮૭ દિવ્યાંગ મતદારો છે. લોકસભા ચૂંટણી ૨૦૧૯ની ચૂંટણીની સરખામણીએ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ૧,૭૭,૪૪૩ મતદારોનો વધારો થયો છે. વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે મતદાન મથક ખાતે રેમ્પ અને વ્હીલચેરની વ્યવસ્થા તેમજ ૬૦% થી વધુ દિવ્યાંગતા ધરાવતા અને વયોવૃદ્ધ મતદારોને તેમના ઘર્બેઠા મતદાન કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવશે.
વધુમાં ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, ચૂંટણી આચાર સંહિતા અંતર્ગત જાણકારી કે ફરિયાદ માટે કંટ્રોલ રૂમની રચના વલસાડ જિલ્લા સેવા સદન, કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી છે. હેલ્પલાઈન/ફરિયાદ નિવારણ સેન્ટરના ટેલીફોન નં. ૦૨૬૩૨ ૨૪૦૦૧૪ અને ટોલ ફ્રી નં ૧૮૦૦ ૨૩૩ ૦૬૦૧ કાર્યરત છે. તાલુકા કક્ષાએ મતદાર સુવિધા કેન્દ્રો તથા જિલ્લા કક્ષાએ મતદાર સંબંધી ટોલ ફ્રી હેલ્પલાઈન નં.૧૯૫૦ તેમજ આચારસંહિતાના ભંગ બાબતે લોકો C-vigil appના માધ્યમથી ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશે. જેનો ૧૦૦ મિનિટમાં નિકાલ કરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતદાર જાગૃતિ માટે સોશીયલ મિડીયાના ઉપયોગ માટે ટ્વીટર હેન્ડલ @collectorvalsad અને @DeoValsad તેમજ નાયબ જિલ્લા ચૂંટણી કચેરીના ઈ-મેઈલ એડ્રેસ dydeo25@gmail.com કાર્યરત છે.
આચાર સંહિતાની ચૂસ્ત અમલવારી અને મોનિટરીંગ માટે જિલ્લાના પ્રવેશ માર્ગ પર ૩૨ ચેક પોસ્ટની રચના, ૨૦ ફ્લાઈંગ સ્ક્વોડ, ૨૨ સ્ટેટિક સર્વેલન્સ ટીમ, ૧૫ વિડીયો સર્વેલન્સ ટીમ, ૫ વિડીયો વ્યુઈંગ ટીમ, ૬ એકાઉન્ટીંગ રૂમ, ૧૬ એમ.સી.સી. સહિત કુલ ૮૪ ટીમની રચના કરવામાં આવી છે. સંસદીય મતદાર વિભાગમાં ૭ ડિસ્પેચીંગ અને રિસીવિંગ સેન્ટરો બનાવાયા છે
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ અન્ય રાજ્ય અને સાથે જોડાયેલો વિસ્તાર હોવાથી દારૂ, ગુટખા, રોકડ અને ડ્રગની હેરાફેરી રોકવા ૩૨ જેટલી ચેકપોસ્ટ કાર્યરત થઈ જશે. ૧૨૦૦ થી વધુ પોલીસ કર્મીઓ ફરજ બજાવશે. જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનામાં સંરક્ષણ હથિયાર પરવાના અંગે કાર્યવાહી કરી કુલ ૬૦૭ પરવાનાઓમાંથી ૭૨ પરવાના રદ્દ અને ૬ પરવાના મોકુફ રાખી માત્ર ૫૩૫ હથિયાર પરવાના ચાલુ રાખવામાં આવ્યા છે. પાકરક્ષણ પરવાના અંગે ૧૦૧ પરવાના માંથી ૩૩ પરવાના રદ્દ કરી માત્ર ૬૮ પરવાના ચાલુ રખાયા છે. આ બધા હથિયારોને જમા લેવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે.
પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉએમ્શ શાહ તથા ચૂંટણી મામલતદાર સહિત મિડીયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વાપી જીઆઈડીસી નોટિફાઈડના વહિવટી ક્‍લાર્કને નિવૃત્તિ વિદાય સન્‍માન કરાયું

vartmanpravah

દમણના કચીગામમાં નાળામાંથી યુવકની હત્‍યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર

vartmanpravah

વાપી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

vartmanpravah

ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લાઉડ સ્‍પીકરના ઉપયોગ અંગે માર્ગદર્શક સૂચનાઓ જારી

vartmanpravah

વાપી પાલિકાએ છેલ્લા દિવસે 7 કોમર્શિયલ મિલકતોને તાળા મારી રૂા.30 લાખની કરેલી વસૂલાત

vartmanpravah

સેલવાસ ગાંધીગ્રામ વિસ્‍તારમાંથી ફલાઈંગ સ્‍ક્‍વોડ ટીમે ગેરકાયદેસર દારૂ ભરીને જતી ગાડીને ઝડપી પાડી

vartmanpravah

Leave a Comment