October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણા અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આશીર્વાદથી આજે દમણવાડા ગ્રામ પંચાયત પોતાના 62મા સ્‍થાપના દિવસની ઉજવણી કરશે

આજે ગ્રામ પંચાયત વિસ્‍તારના વિવિધ શાખાના ગ્રેજ્‍યુએટ વિદ્યાર્થીઓને સન્‍માનિત કરાશે
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણા અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના આશીર્વાદથી આવતી કાલે દમણવાડા ગ્રામ પંચાયત પોતાના 62મા સ્‍થાપના દિવસની ઉજવણી કરી રહ્યું છે.
આવતી કાલે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા શિક્ષણને પ્રોત્‍સાહન આપવાના હેતુથી કેટલાક ગ્રેજ્‍યુએટ યુવાઓને સન્‍માનિત કરવામાં આવશે. જેમાં હાલમાં એમ.બી.બી.એસ.નો અભ્‍યાસ પૂર્ણ કરનાર તથા ઈન્‍ટર્નશીપ કરી રહેલા ડોક્‍ટરો, નર્સિંગ ગ્રેજ્‍યુએટ, એન્‍જિનિયર તથા સ્‍નાતક સ્‍તરનો અભ્‍યાસ કરનારા નવયુવાનોને સન્‍માનિત કરાશે.
આ પ્રસંગે દમણ જિલ્લાના ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી પ્રિયાંશુ સિંહ મુખ્‍ય અતિથિ તરીકે અને દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપ પ્રમુખ સહિત જિલ્લા પંચાયતના સભ્‍યો, સરપંચો તથા સામાજિક આગેવાનો ઉપસ્‍થિત રહી સ્‍થાપના દિવસની શોભા વધારશે.

Related posts

વલસાડમાં મજબુદાર પરિવારે વૃદ્ધ માતાના મૃત્‍યુ બાદ દેહ દાન કરી મિશાલ પુરી પાડી

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણમાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

ચીખલીમાં તંત્ર દ્વારા 176-ગણદેવી વિધાનસભાની ચૂંટણી માટે પ્રિસાઈડીંગ ઓફિસર સહિત સ્‍ટાફની નિમણૂક કરી સઘન તાલીમ આપવામાં આવી

vartmanpravah

દમણમાં ‘વિશ્વ માનસિક આરોગ્‍ય દિવસ’ નિમિત્તે કાનૂની સાક્ષરતા અને જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વીરભદ્રસિંહજીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

vartmanpravah

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને બાઇસેગના માધ્યમથી ‘પ્રાકૃતિક કૃષિ’ વિષય પર પરિસંવાદ યોજાયો

vartmanpravah

Leave a Comment