નવ ગાય અને પાંચ વાછરડાને નિર્દયતા પૂર્વક ભરી પાલનપૂરથી મુંબઈ ભિવંડી લઈ જવાતા હતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.13: બગવાડા હાઇવે પરથી આજરોજ શનિવારના બપોરે બે કલાકે ગૌરક્ષક સમિતિના સભ્યો અને પારડી પોલીસની સંયુક્ત કામગીરી દરમિયાન ગાય અને વાછરડા ભરેલી એક ટ્રક ઝડપી પાડવામાં આવી હતી. જેમાં ગાય અને વાછરડા ઓને અત્યંત નિર્દયતાથી ટ્રકમાં ઠાંસી ઠાંસીને ભરીને લઈ જવાતા હતા. આ પશુઓ માટે જરૂરી ઘાસ, ચારો કે પાણી જેવી કોઈપણ વ્યવસ્થા કરવામાં આવી નહોતી, અને તેમના જીવન માટે મહત્ત્વની સુવિધાઓથી તેમનો વંચિત રાખવામાં આવ્યા હતા.
આજે અબોલ પશુઓના તસ્કરીની ગૌરક્ષક સમિતિના સભ્યો નિલેશ રાયપૂરા, શિવમ પાંડે, ધવલ ઠાકોર, દર્શન ગજરા, સુભાષ યાદવ સહિતને માહિતી મળી હતી. જેથી તેમણે તરત જ પારડી પોલીસને સાથે લઈ બગવાડા હાઇવે પર વોચ ગોઠવી હતી અને ગાય અને વાછરડા ભરેલી ટ્રક નંબર જીજે-31-ટી-3020 ને ઝડપી પાડવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન ટ્રકમાં સવાર વ્યક્તિઓ પાસે પશુઓને લઈ જવાની કાયદેસર પરમિટ ન હતી અંતે, પોલીસ દ્વારા ટ્રકમાં ભરીને લઈ જવાતી 9 ગાય અને 5 વાછરડાઓ, જેની કુલ કિંમત અંદાજે રૂા.1,45,000 થાય છે, તેમજ ટ્રક, જેની કિંમત રૂા.5,00,000 કબજે લઈ કાયદેસરની કાર્યવાહી પારડી પોલીસ કરી હતી. અને ટ્રક ચાલક શેરું મોહમદ અલીસમા ઉવ 28 અને રમઝાન સાવન સમા ઉવ 49 બંનેરહે.રાજસ્થાન બાડમેરની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ અબોલા પશુઓને પાલનપુરથી મહારાષ્ટ્રના ભિવંડી-મુંબઈ પહોંચાડવા માટે ભરી આપનાર નઝીરભાઈ સુલતાન મુસલા રહે.પાલનપુર અને અન્ય એક ઈસમને મોબાઈલ નંબર આધારે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તેમજ પોલીસે ટ્રકમાં મળી આવેલા ગાય અને વાછરડાની સાર સંભાળ માટે પાંજરાપોળ ખાતે મોકલી આપી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.