April 30, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા સંગીતાબેન હળપતિના પુત્રનું માર્ગ અકસ્‍માતમાં દુઃખદ અવસાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.26: પારડી તાલુકાના ચૌટા બજાર ખાતે રહેતા અને પારડી તાલુકા પંચાયતના શાસક પક્ષના ભાજપના નેતા સંગીતાબેન પ્રવીણભાઈ હળપતિને કમળો થયો હોય પુત્ર તેજસ પ્રવીણભાઈ હળપતિ ઉંમર વર્ષ 28 સાથે પોતાની એકટીવા મોપેડ નંબર જીજે 15 ડીએચ 2549 લઈ પલસાણા ખાતે આવ્‍યા હતા. જ્‍યાંથી તેઓ રાત્રે 8:00 વાગે પરત પોતાના ઘર કોલક જવા નીકળ્‍યા હતા. આ દરમિયાન પલસાણા મામા દેવ ફળિયા ખાતે સામેથી પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે પલ્‍સર મોટરસાયકલ નંબર જીજે 15 ડીબી 0440 ના ચાલાકે પોતાની પલ્‍સર બાઈક હંકારી સામેથી તેજસની એકટીવા ને અડફેટે લેતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો.
અકસ્‍માતને લઈએક્‍ટિવા સવાર પારડી તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા સંગીતાબેન તથા તેમના પુત્ર તેજસને ગંભીર ઈજાઓ પહોંચતા 108 દ્વારા માતા સંગીતાને પારડીની મોહનલાલ દયાળ હોસ્‍પિટલમાં તથા તેજસને પારડી સીએચસી ખાતે ખસેડવામાં આવ્‍યા હતા જ્‍યાં સીએચસીના ફરજ પરના ડોક્‍ટરોએ તેજસને મૃત જાહેર કરતા સમગ્ર કોલકમાં ગમગીની છવાઈ ગઈ હતી જ્‍યારે સંગીતાબેનને સામાન્‍ય ઈજાઓ હોય એમને સારવાર કરી રજા આપવામાં આવી હતી.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, આવો ગંભીર અકસ્‍માત હોય તો સામેની ગાડીના ચાલકોને પણ ઈજાઓ થતી જ હોય છે પરંતુ દારૂના ધંધા સાથે સંકળાયેલા બંને પલ્‍સર ચાલકોને તેમના સાથીદારો ત્‍યાંથી ઉઠાવી ખાનગી હોસ્‍પિટલમાં લઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું હતું સાથે સાથે મોડી રાત્રે તેઓની મોટર સાયકલ પલ્‍સર પણ અન્‍ય ચારથી પાંચ વ્‍યક્‍તિઓ ઉઠાવવા આવ્‍યા હતા પરંતુ ગામ લોકોની સતર્કતાને લઈ તેઓએ ભાગી જવું પડી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
સમગ્ર હકીકત જોતા થોડા વર્ષો પહેલા જે પલ્‍સર ગેંગ હતી અને મોટા ટોળામાં નીકળતી આ ગેંગ પોતાના પૈસાદાર શેઠને કારણે કોઈથી પણ ડર વિના અકસ્‍માત કરી ભાગી છુટતી હતી. તેવી ગેંગ ફરીથી ધીરે ધીરે સક્રિય થઈ રહી છે જેને શરૂઆતમાં જ ડામી દઈ નાશ કરવામાંઆવે એવું પ્રજાજનોની માંગ ઉઠી રહી છે.

Related posts

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વાપી નગરપાલિકામાં ‘હર ઘર તિરંગા’ અંતર્ગત સામાજીક સંસ્‍થા અને વેપારી એસોસિએશનની બેઠક યોજાઈ

vartmanpravah

ઈન્‍દોર ખાતે ચાલી રહેલ રોટરી ડિસ્‍ટ્રીક્‍ટ-3060ના ત્રિ-દિવસીય કોન્‍ફરન્‍સનું ભવ્‍ય સમાપન

vartmanpravah

દાનહની દૂધની અને કૌંચા પંચાયતોમાં રોજગાર મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

દમણમાં પ્રદેશ સ્‍તરના આયોજીત ‘ગરીબ કલ્‍યાણ સમારંભ’માં ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનની સંવેદનશીલતાની ઝળકેલી ઝલક

vartmanpravah

ઉમરગામ ટાઉનમાં ત્રિરંગા યાત્રાનુું કરવામાંઆવેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

Leave a Comment