December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

હવે સંઘપ્રદેશમાં ધો.10થી 1રના વિદ્યાર્થીઓ પણ કોવિડ કવચથી સુરક્ષિત બન્‍યા: સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં 1પ થી 18 વયજૂથના કિશોર-કિશોરીઓના 100 ટકા વેક્‍સીનેશન માટે મળેલી સફળતા

  • સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને દિશા-નિર્દેશથી સમગ્ર સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ અને શિક્ષણ વિભાગે બતાવેલી પોતાની કાર્યક્ષમતા

  • સમગ્ર સંઘપ્રદેશમાં લગભગ 40,839 કિશોર-કિશોરીઓનું અભિયાન દરમિયાન થયેલું ટીકાકરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17
દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ 15 થી 18 વર્ષની વયજૂથની કિશોરો-કિશોરીઓ માટે રસીકરણ અભિયાન શરૂ કરવાની જાહેરાત કર્યા બાદ કેન્‍દ્ર શાસિત દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં યુવાઓ અને યુવતીઓના હિતમાં લેવામાં આવેલ પ્રધાનમંત્રીશ્રી કોવિડ-19 ટીકાકરણ (1પથી 18 વર્ષ) નિર્ણય હેઠળ દરેક જગ્‍યાએ રસીકરણ શરૂ કરવામાં આવ્‍યું હતું અને ગત તારીખ 10/01/2022ના રોજ, દીવ જિલ્લામાં આ અભિયાન હેઠળ 100 ટકા રસીકરણ થઈ ગયું હતું અને દમણ જિલ્લામાં પણ તા. 13/01/20રરના રોજ 100 ટકા રસીકરણ થયું હતું. જ્‍યારે તા.17/01/2022ના રોજ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વમાં દમણ-દીવની સાથે સાથે આજે દાદરા નગર હવેલીએ પણ 100 ટકા ટીકાકરણ કરી લીધું છે. આ અભિયાન અંતર્ગત દમણ-દીવ બાદ હવે દાદરા નગર હવેલીમાં પણ તમામ 1પ થી 18 વર્ષની વય જૂથમાં આવતા તમામ કિશોર-કિશોરીઓનું કોવિડ-19નો પ્રથમ ડોઝ લગાવવામાં આવ્‍યો છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં આ ટીકાકરણ અભિયાન અંતર્ગત સમગ્ર સંઘપ્રદેશમાં ટીકાકરણ થઈ ચુક્‍યું છે. આ ટીકાકરણ અભિયાન અંતર્ગત દમણમાં 1ર,994, દીવમાં 3417 અને દાદરા નગર હવેલીમાં 24428 એમ કુલ મળી સંઘપ્રદેશમાં કુલ 40,839 કિશોર-કિશોરીઓને રસી આપવામાં આવી છે. કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં આ ધ્‍યેય હાંસલ કરવા માટે વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા-વાલીઓ, શાળાઓના પ્રધાનાચાર્યો અને આચાર્યો દરેકને રસીકરણ અંગે જાગળત કર્યા છે ત્‍યારે આ રસીકરણ અભિયાનને સફળ બનાવવા માટે આરોગ્‍ય કર્મચારીઓએપણ ભારે જહેમત ઉઠાવી છે.
સંઘપ્રદેશના દરેક વિદ્યાલયમાં આરોગ્‍યકર્મીઓ જઈને સુનિヘતિ કરતા હતા કે દરેક કિશોર-કિશોરીઓને રસીનો ડોઝ મળ્‍યો છે કે નહી. જેમાં શાળાના શિક્ષક ગણ અને અન્‍ય કર્મચારીઓનો સહકાર પણ જરુરી હતો. આ અભિયાનમાં શિક્ષણ વિભાગ અને આરોગ્‍ય વિભાગે મહત્‍વની ભૂમિકા ભજવી છે.

Related posts

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસવાપીના બીબીએ વિભાગમાં ગોલ્‍ડ મેડલ

vartmanpravah

નવસારી જિલ્લાનું નૈસર્ગિક નજરાણું એટલે ‘આંકડા ધોધ’

vartmanpravah

માહ્યાવંશી સમાજનું ગૌરવ: એન.એમ.એમ.એસ.ની પરીક્ષામાં અટગામની હેત્‍વી ભાભાકરનો ઉત્કૃષ્ટ દેખાવ

vartmanpravah

ન.પા. તંત્રએ સેલવાસ રીંગરોડ પાસેના ગેરકાયદેસર ભંગારના ગોદામને હટાવ્‍યું

vartmanpravah

દમણ જિલ્લા આંતર શાળા એથ્‍લેટિક્‍સ 400 મીટર દોડ સ્‍પર્ધામાં સરકારી ઉચ્‍ચ પ્રાથમિક મોડલ સ્‍કૂલના વિદ્યાર્થીએ મેળવેલો પ્રથમ ક્રમ

vartmanpravah

દાનહ-ખેરડી ગામે મહેસુલ વિભાગ દ્વારા શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

Leave a Comment