January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

‘સતર્કતા જાગળતિ સપ્તાહ-2021′ પર સરકારી કર્મચારીઓને પ્રશાસકશ્રીના સલાહકાર એ.કે.સિંઘે અખંડિતતાના લેવડાવેલા શપથઃ પ્રદેશમાં સતર્કતા સપ્તાહનો આરંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26
દમણમાં તા. 26/10/2021 થી 01/11/2021 સુધી ઉજવવામાં આવનાર ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-ર0ર1′ નિમિત્તે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સલાહકાર શ્રી એ.કે.સિંઘે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના અધિકારીઓ, કર્મચારીઓને અખંડિતતાના શપથ લેવડાવ્‍યા હતા.
આ અવસરે ડીઆઈજીપી, સચિવ (આરોગ્‍ય), નાણાં સચિવ, સચિવ (પીડબલ્‍યુડી), નિયામક-કમ-સંયુક્‍ત સચિવ (વિજિલન્‍સ) અને સચિવાલયના કર્મચારીઓ સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ વર્ષે ‘સતર્કતા જાગૃતિસપ્તાહ-ર0ર1’ની થીમ સ્‍વતંત્રતા ભારત એટ 75 અખંડિતતા સાથે સ્‍વનિર્ભરતાનો છે. આ સપ્તાહ દરમિયાન તકેદારી વિભાગે ભ્રષ્‍ટાચાર સામે જનતામાં જાગૃતિ લાવવા માટે વિદ્યાર્થીઓમાં માટે પેઈન્‍ટિંગ અને સ્‍લોગન સ્‍પર્ધાઓ અને સરકારી કર્મચારીઓ માટે નિબંધ સ્‍પર્ધાનું આયોજન કર્યુ છે. તમામ વિજેતાઓને રોકડ ઈનામોનું વિતરણ કરવામાં આવશે.
તા.26/10/2021થી 01/11/2021 સુધી તકેદારી જાગળતિ સપ્તાહ, 2021 દરમિયાન, નાગરિકો https://pledge.cvc.nic.in પર ઑનલાઇન અખંડિતતાની પ્રતિજ્ઞા લઈ શકે છે.

Related posts

વલસાડના અટક પારડી પાસે ગઠીયો પોલીસવાળો છું તેવું કહી બાઈકમાં લિફટ લઈને લેપટોપ સેરવી ગયો

vartmanpravah

દાનહઃ અથાલના આદિવાસી પરિવારની જમીન પચાવી પાડવા સંદર્ભે ‘ભારત આદિવાસી પાટી’ દ્વારા એસ.પી.ને કરાયેલી રજૂઆત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે મોટી દમણ કિલ્લાની મુલાકાત લઈ કરેલું નિરીક્ષણઃ કિલ્લા પરિસરની અંદર ઔર વધુ સૌંદર્યકરણ માટે અધિકારીઓને આપેલા દિશા-નિર્દેશ

vartmanpravah

દમણ-દીવના સાંસદને જ કેમ વિકાસ દેખાતો નથી?

vartmanpravah

આજે 14 ડીસેમ્‍બર, ‘રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ’

vartmanpravah

વલસાડ હાઈવે હોટલ ઉપર ટેન્‍કરમાંથી પામ ઓઈલ ચોરીનું રેકેટ ઝડપાયું : ત્રણની અટક

vartmanpravah

Leave a Comment