October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પરીયામાં મોપેડ અને મારુતિ સ્‍વિફટ કાર વચ્‍ચે અકસ્‍માત: મોપેડ ચાલકનું ઘટના સ્‍થળ પર જ મોત, મારુતિ ચાલક ગાડી મૂકી ફરાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.01: પારડી તાલુકાના પરીયા ભીનાર ફળિયા ખાતે રહેતા દીપકભાઈ ધનજીભાઈ પટેલ ગઈકાલે સાંજે પોતાની એકટીવા મોપેડ નંબર જીજે 15 ડીજી 9665 લઈ ડુંગરી ગામ ખાતે કામ અર્થે ગયા હોય ત્‍યાંથી પરત સાંજે ફરી રહ્યા હતા. આ દરમિયાન પરીયા લાંધિયા ફળિયા નેશનલ હાઇવે નંબર 848 પર એક મારુતિ સ્‍વિફટ નંબર જીજે 15 સીજી 9547 ના ચાલકે ગફલતભરી રીતે અને પૂરપાટ ઝડપે ગાડી હકારી એકટીવા ચાલક દીપકભાઈને અડફતે લેતા તેઓને માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા 108 વડે પારડીહોસ્‍પિટલ ખાતે સારવાર માટે લઈ જવાતા ફરજ પરના ડોક્‍ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા જ્‍યારે મારુતિ સ્‍વિફટ ચાલક ગાડી છોડી ભાગી છુટયો હોય રાજનભાઈ દીપકભાઈ પટેલએ પારડી પોલીસ સ્‍ટેશનમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

દેશમાં નવા ત્રણ કાયદાના અમલને અનુસંધાને પારડી પોલીસ દ્વારા સેમિનારનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડમાં રાજ્‍યકક્ષાની સાગરખેડૂ સાયકલ રેલી આગામી સપ્‍ટેમ્‍બર માસમાં યોજાશે

vartmanpravah

કપરાડાની અંભેટી પ્રાથમિક અને માધ્‍યમિકશાળાઓમાં નેશનલ હેલ્‍થના મિશન ડાયરેક્‍ટર આઈએએસ રેમ્‍યા મોહનની ઉપસ્‍થિતિમાં શાળા પ્રવેશોત્‍સવ ઉજવાયો

vartmanpravah

સરીગામ નજીકના ગામની યુવતી સાથે લગ્નની લાલચે દુષ્‍કર્મ આચરનાર યુવાન સામે ગુનો દાખલ

vartmanpravah

ચીખલી વંકાલના તળાવમાંથી વહી રહેલા પાણીને અટકાવવા ઉઠેલી માંગ

vartmanpravah

રવિવારે વાપીમાં શેખાવાટી લોકકલા મંચ દ્વારા ફાગોત્‍સવ 2024 યોજાશે

vartmanpravah

Leave a Comment