October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં ઘરના માળીયામાંથી દારૂનો જથ્‍થો તેમજ રસોડામાં 4 લાખ રોકડા મળ્‍યા : મહિલાની અટક

આસુરા ગામે પોલીસ કાર્યવાહી : 432 બોટલ દારૂ સાથે રોકડા મળીઆવતા-પત્‍ની આશાબેનની અટક પતિ રાજુ શાહુ વોન્‍ટેડ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: ધરમપુર આસુરાના જમાદાર ફળીયામાં પોલીસે રેડ કરીને દારૂનો જથ્‍થો શૌચાલયના માળીયામાં છુપાવેલો તેમજ રસોડામાં લાખો રૂપિયા રોકડા ઝડપી પાડયા હતા.
ધરમપુર પોલીસ પી.આઈ. આર.કે. દેસાઈને મળેલી બાતમી આધારે આસુરા ગામના જમાદાર ફળીયામાં રેડ કરી હતી. બાતમી આધારે રાજુ રામમોહન શાહુના ઘરે કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ ઘરે તાળુ હતું તેથી આજુબાજુમાં તપાસ કરતા રાજુભાઈ શાહુના પત્‍ની આશાબેન મળી આવ્‍યા હતા. તેથી પોલીસે ઘર ખોલાવી ચાંપતી તપાસ હાથ ધરી હતી. તપાસમાં પોલીસ ચોંકી ગઈ હતી. તેવી વિગતો બહાર આવી હતી. શૌચાલયના માળીયામાંથી 432 બોટલ દારૂનો જથ્‍થો તથા રસોડામાંથી રોકડા રૂપિયા 4 લાખ મળી આવ્‍યા હતા. દારૂનો જથ્‍થો તથા રોકડા મળીને કુલ રૂા.4.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી આશાબેન જાદવની અટક કરી હતી. તેમજ પતિ રાજુભાઈ રામમોહન શાહુને વોન્‍ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Related posts

વાપીમાં સંવિધાન દિવસની શાનદાર ઉજવણીઃ શણગારેલ રથ સાથે ડો.બાબાસાહેબ આંબેડકરની કાઢવામાં આવેલી રેલી

vartmanpravah

દમણ જિલ્લામાં કલેક્‍ટર સૌરભ મિશ્રાના હસ્‍તે ‘સંપૂર્ણતા અભિયાન’નું કરાયેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

વાપી ટાઉન પોલીસ સ્‍ટેશનમાં એસ.પી.ની આગેવાનીમાં તહેવારોના ઉપલક્ષમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

પારડીમાં નવી તાલુકા કોર્ટ બિલ્‍ડીંગની મળી બાંધકામની મંજૂરી

vartmanpravah

દાનહની સૌથી મોટી સમસ્‍યા ગરીબી અને બેરોજગારીઃ નિરાકરણ માટે શિક્ષણ અમોઘ શસ્ત્ર

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવા કેમ્‍પેઈન હેઠળ વલસાડના અતુલ ફાઉન્‍ડેશન દ્વારા 90 ગામ સાથે એમઓયુ કરાયા

vartmanpravah

Leave a Comment