Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા કર્ણાટક રાજ્‍યનો સ્‍થાપના દિવસ મનાવાયો

કલેક્‍ટર પ્રિયાંક કિશોરે દાનહમાં વસતા કર્ણાટક રાજ્‍યના મૂળનિવાસીઓને આપેલી શુભકામના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : આજે દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા કર્ણાટક રાજ્‍યના સ્‍થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સેલવાસ કલેક્‍ટર કચેરી ખાતે કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોરની અધ્‍યક્ષતામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દાનહ કન્નડ સેવા સંઘ અને કન્નડ મહિલા સંઘના સભ્‍યો અને અધિકારીઓએ કર્ણાટક રાજ્‍યના સ્‍થાપના દિવસ પર એકબીજાને મળ્‍યા હતા અને એકતા તથા વિવિધ સંસ્‍કૃતિ તેમજ કલાનું આદાન-પ્રદાન કર્યું હતું. કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોરે દાનહમાં વસતા કર્ણાટક રાજ્‍યના મૂળ નિવાસીઓને શુભકામના આપી હતી. આ પ્રસંગે સેલવાસના નિવાસી નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ, સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટી સહિત મહાનુભાવો અને કર્ણાટકના મૂળ લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આજે નાણા-ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારનું બજેટ રજૂ કરશે

vartmanpravah

દાનહઃ સાયલીમાં ‘સ્‍વચ્‍છતા પખવાડિયા’ સંદર્ભે ડ્રોઈંગ હરીફાઈ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળાના ૭૫માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

ધરમપુરના માંકડબનમાં પ્રથમ સમૂહલગ્નોત્‍સવમાં 30 યુગલોએ પ્રભુતામાં પાડેલા પગલાં

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ વાપી ગ્રેટરના હોદ્દેદારોની વરણી થઈ

vartmanpravah

આંતલિયા – ઉંડાચ વચ્‍ચે કાવેરી નદી પર આવેલ પુલ બે દિવસથી પાણીમાં ગરકાવ

vartmanpravah

Leave a Comment