October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સહિત વલસાડ જિલ્લામાં ચૈત્ર નવરાત્રી અને ગુડી પડવાની ભવ્‍ય ઉજવણી : અંબામાતા મંદિરે પ્રથમ નોરતાએ ભક્‍તો ઉમટયા

હિન્‍દુ પંચાંગમાં ચૈત્ર સુદ-1 નવુ વર્ષ ગણાય છે :મહારાષ્‍ટ્રમાં પણ ગુડી પડવાનો મહિમા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: આજે મંગળવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો હોવાથી વાપી સહિત વલસાડ જિલ્લામાં નવરાત્રી ઉજવણી શરૂ થઈ હતી. તો બીજી તરફ આજે મહારાષ્‍ટ્રિયન સમાજનો ગુડી પડવા હોવાથી મહારાષ્‍ટ્રિયન પરિવારોએ પણ આસ્‍થાપૂર્વક ઉજવણી કરી હતી.
આસો નવરાત્રી જેટલો જ મહિમા હિન્‍દુ શાષાોમાં ચૈત્રી નવરાત્રીનો છે. નવ દિવસ માતાજી ભક્‍તો અનુષ્‍ઠાન-ઉપવાસ અને માતાજીની પૂજા-અર્ચના કરે છે. તેમજ ઉત્તર ભારતમાં ચૈત્ર સુદ-1 નવા વર્ષની શરૂઆત થાય છે. આજે નવરાત્રીનો પ્રથમ દિવસ હોવાથી વાપી અંબામાતા મંદિર સહિત માતાજીના મંદિરોમાં માઈભક્‍તો વહેલી સવારથી દર્શન-પૂજા કરવા ઉમટી પડયા હતા. આજે મહારાષ્‍ટ્રિયન સમાજ માટે ગુડી પડવાનો પવિત્ર દિવસ હોવાથી ઘરે તેમજ મંદિરોમાં ગુડી બનાવીને પૂજા અર્ચના કરવામાં આવી હતી. ભારતીય પંચાંગમાં ચૈત્ર સુદ-1 થી નવુ વર્ષ ગણવામાં આવ્‍યું છે તેથી વિક્રમ સંવત 2081 નો આજથી પ્રારંભ થયો હતો.

Related posts

બોલીવુડના સુપર સ્‍ટાર અક્ષય કુમારે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કરેલી મુલાકાત : શૂટીંગ માટે સહયોગ આપવા બદલ પ્રગટ કરેલો આભાર

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટ સીટી લિ.એ આગામી ટ્રાફિક વિભાગના પ્રશિક્ષણ માટે કરાયું ‘એક લોન્‍ચ ઈવેન્‍ટ’નું આયોજન

vartmanpravah

દાદરા ગામની આંગણવાડીમાં બાળકો અને માતાઓને પૌષ્‍ટિક આહાર કીટનું વિતરણ કરાયું

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ શાળામાં વોલ વારલી ચિત્રકલા પ્રવૃત્તિ યોજાઈ

vartmanpravah

વાપી કચ્‍છ કડવા પાટીદાર સમાજ દ્વારા ગરબાની રમઝટ

vartmanpravah

વાપીમાં દબદબાપૂર્વક ગણેશોત્‍સવનો પ્રારંભ: અનેક પંડાલોમાં ચંન્‍દ્રયાન-3ની કૃતિ સજ્જ કરાઈ

vartmanpravah

Leave a Comment