October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઈનરવ્‍હીલ ક્‍લબ ઓફ વાપી તરફથી ઈનરવ્‍હીલના શતાબ્‍દી વર્ષમાં ત્રણ શાળાઓમાં 100 બેન્‍ચનું દાન અપાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપીની ઈનરવ્‍હીલ ક્‍લબના પ્રોજેક્‍ટ‘આઈઆઈએલએમ’ હેઠળ વાપીની ચલા મુખ્‍ય શાળામાં 40 બેન્‍ચ, તીઘરા પ્રાથમિક શાળામાં 20 બેન્‍ચ તથા મોટાપોંઢા ખાતે આવેલ ગાંધી આશ્રમમાં 40 બેન્‍ચ મળી કુલ 100 બેન્‍ચની સુવિધા પુરી પાડવામાં આવી હતી. ઈનરવ્‍હીલ ક્‍લબના ડિસ્‍ટ્રીક્‍ટ 306 2023-24ના ડિસ્‍ટ્રીક્‍ટ ચેરમેન ડો. તેજલબેન દેસાઈના નેજા હેઠળ આ 100 બેન્‍ચનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે ક્‍લબના પ્રમુખ પ્રીતિબેન જે. દેસાઈ, સેક્રેટરી રેખાબેન ભંડારી, પીડીસી મીરાબેન રોય, પીપી વિજયાબેન પટેલ, અનિતાબેન ગુપ્તા, ગુનમાલાબેન તથા રીટાબેન ભાયાણી ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રોજેક્‍ટમાં દાન આપનારા દાતાશ્રીઓનો આભાર વ્‍યક્‍ત કરાયો હતો.

Related posts

સેલવાસ પોલીસે લૂંટ અને મારામારીના કેસમાં પાંચ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

વાપી શ્રી જૈન યુવક મંડળ ઈંગ્‍લિશ સ્‍કૂલમાં એન્‍યુઅલ સ્‍પોર્ટ્‍સ ડેની દબદબાપૂર્વક ઉજવણી

vartmanpravah

સાયલીની એ.વાય.એમ. સિન્‍ટેક્ષ કંપનીમાં શનિવારે મળસ્‍કે ફાટી નિકળેલી આગઃ જાનહાની ટળી

vartmanpravah

સંઘપ્રદેશમાં પ્રદેશ ઓબીસી મોર્ચા દ્વારા ‘ગાંવ ગાવં ચલો, ઘર ઘર ચલો’ અભિયાનનો કરાયેલો આરંભ

vartmanpravah

પોલીસ બંદોબસ્‍ત સાથે વિસ્‍તરણ અધિકારીની ઉપસ્‍થિતિમાં ચીખલીના સાદકપોર ગ્રામ પંચાયતમાં યોજાયેલ સામાન્‍યસભામાં બહુમતિથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર થતાં સરપંચ જૂથમાં સોપો

vartmanpravah

દીવના કલેકટર સલોની રાય ની બદલી થતા વિદાય સમારોહ અને નવ નિયુક્‍ત કલેકટર ફરમાન બ્રહ્માનું સ્‍વાગત સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment