(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી 13
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુજરાત બોર્ડ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલમાં ધોરણ-1 મા અભ્યાસ કરતો વિદ્યાર્થી નક્ષ જીજ્ઞેશભાઈ પટેલને તેની અભિનય કલાથી અભિભૂત થઈ ‘‘બાળ શિવ” ટીવી શ્રેણીમાં નારદનુ પાત્ર ભજવવા તક મળી છે તેના કેટલાક એપીસોડનુ શુટીંગ થઈ ગયુ છે. મુંબઈ ખાતે ચાલી રહેલા આ શુટીંગમાં નક્ષ એ નારદની દમદાર ભૂમિકા ભજવી છે. થોડા દિવસોમાં એક ચેનલ પર બાળશિવ સિરિયલ આવી રહી છે. જેમાં નક્ષ પટેલે બાળકલાકર તરીકે બાળ નારદનો રોલ અદા કર્યો છે. આ સમગ્ર શુટિંગમાં મુંબઈ સ્ટૂડિયોમાં થયું છે. સ્કૂલના આ બાળ કલાકારે પોતાનું કૌશલ્ય રજૂ કરતાં સમગ્ર સ્કૂલ માટે પણ ગૌરવની લાગણી વ્યક્ત કરી છે.
વાપી જેવા નાના શહેરમાંથી ધાર્મિક સિરિયલમાં બાળ કલાકારની ભૂમિકા ભજવતા પરિવાર અને શાળામાં ગર્વની લાગણી અનુભવી છે. હાલ તેઓ મુંબઈ સ્યુડિયોમાં શુટિંગ કાર્યમાં વ્યસ્ત છે.