(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: શ્રી સ્વામિનારાયણ મંદિર, આનંદ નગર, વાપીનો આજરોજ 21મો વાર્ષિક પાટોત્સવ ખુબજ ધામ-ધૂમથી ઉજવવામાં આવ્યો હતો. મહારાજના બાળ સ્વરૂપનો અભિષેક કરતા પાટોત્સવના યજમાન શ્રી મહેશભાઈ પટેલ સહ પરિવાર સહીત હરિભક્તોએ અમૂલ્ય લાભ લીધો હતો.
