October 20, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વેલસ્‍પન ફાઉન્‍ડેશન દ્વારા મહિલાઓની સર્વગ્રાહી સંભાળ માટે હાઇપરટેન્‍શન અને માસિકષાાવ આરોગ્‍ય સત્રનું કરાયેલું આયોજન

વાપી ખાતે આયોજીત કાર્યક્રમમાં 340 થી વધુ લાભાર્થીઓએ લીધેલો લાભ


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી, 7 જૂન 2024: : વેલસ્‍પન ફાઉન્‍ડેશન એ વેલસ્‍પન વર્લ્‍ડનું અભિન્ન અંગ છે અને સામાજિક બદલાવ માટે હંમેશા કાર્યરત રહે છે. વેલસ્‍પન ફાઉન્‍ડેશન ભારતના ગ્રામીણ વિસ્‍તારોમાં સર્વગ્રાહી વિકાસનું માધ્‍યમ બનવાનું લક્ષ્ય રાખે છે. જીવનને સકારાત્‍મક રીતે સ્‍પર્શવાના ઉદ્દેશ્‍ય સાથે, વેલસ્‍પન ફાઉન્‍ડેશનનો મુખ્‍ય હેતુ વિસ્‍તારની પરિસ્‍થિતિને સમજવી અને તે મુજબ તેના કાર્યક્રમોનું આયોજન કરીને લોકોને મહત્તમ લાભ મળે તે છે.
વેલસ્‍પન ફાઉન્‍ડેશને જાગૃતિ લાવવા અને વિષય સાથે સંકળાયેલા કોઈપણ નિષેધને સંબોધવા માટે માસિક ધર્મ પર એક વિશેષ સત્રનું આયોજન કર્યું હતું. આ સત્રનો હેતુ સ્‍વચ્‍છતા તરફ વધુ ધ્‍યાન કેન્‍દ્રિત કરવા ઉપરાંત જીવલેણ રોગોની ટકાવારી ઘટાડવાનો હતો. માસિકષાાવ એક કુદરતી પ્રક્રિયા છે પરંતુ ગ્રામીણ ભારતમાં તેના વિશે જાગૃતિ લાવવાની વધુજરૂર છે. આ બાબતને ધ્‍યાનમાં રાખીને વેલસ્‍પન ફાઉન્‍ડેશનની વેલ સ્‍વાસ્‍થ્‍ય ટીમ દ્વારા ‘પીરીયડ ફ્રેન્‍ડલી વર્લ્‍ડ’ થીમ પર અંજાર અને વાપીમાં આ સત્રનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રકારના ચર્ચા સત્રો દરમિયાન વિવિધ સમુદાયો, ફેક્‍ટરીઓ અને વસાહતોમાં લાભાર્થીઓ વચ્‍ચે મુખ્‍ય સંદેશો આપવા માટે ભૂમિકા ભજવવામાં આવી હતી. માસિક સ્રાવ, યોગ્‍ય સ્‍વચ્‍છતા કાળજી અને માસિક સ્રાવ સંબંધિત સ્‍વાસ્‍થ્‍ય સમસ્‍યાઓ વિશેનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન એ સત્રનો અભિન્ન ભાગ હતો. મહિલાઓને માસિક સ્રાવની વિવિધ સ્‍વાસ્‍થ્‍ય સમસ્‍યાઓનો સામનો કરતા અટકાવતા પ્રતિબંધો અને અવરોધોને સંબોધતી ખુલ્લી ચર્ચા પણ કરવામાં આવી હતી. અન્‍ય ચેપી અને બિનચેપી રોગોની સાથે હાયપરટેન્‍શનની તપાસ કરવા માટે વેલ સ્‍વાસ્‍થ્‍ય ટીમ દ્વારા હાયપરટેન્‍શન પર એક પ્રભાવશાળી સત્ર પણ યોજવામાં આવ્‍યું હતું. આ સત્રમાં હાઇપરટેન્‍શનના કારણો, જોખમો, ચિહ્નો અને લક્ષણોની ચર્ચા કરવામાં આવી હતી અને સમજ આપવામાં આવી હતી. પ્‍સ્‍ધ્‍ અંજાર ખાતે આશરે 70 લાભાર્થીઓ ઉપરાંત, અંજાર ખાતે વિવિધ સમુદાયોના 270 થી વધુ લાભાર્થીઓ અને વાપી ખાતે 340 થી વધુ લાભાર્થીઓએ આ અભિયાનનો લાભ લીધો હતો.
વેલસ્‍વાસ્‍થ્‍ય, સ્‍પન, વેલનેતૃત્‍વ અને બીજી ઘણી બધી પહેલો દ્વારા વેલસ્‍પન ફાઉન્‍ડેશન શિક્ષણ, મહિલા સશક્‍તિકરણ,આરોગ્‍ય, આજીવિકા, ખેતી, પશુપાલન આ સિવાય પણ ઘણી બધી પ્રવૃતિઓ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરી અને વિવિધ કાર્યક્રમો દ્વારા મહિલાઓને સશક્‍ત બનાવવા માટે અથાક મહેનત કરી રહ્યું છે જે દરેક પાસાઓને પૂર્ણ કરે છે, ભારતમાં ગ્રામીણ વસ્‍તી માટે વિકાસ જે સકારાત્‍મકતાની મજબૂત શક્‍તિથી સક્ષમ, સર્વગ્રાહી વિકાસ દ્વારા પરિવર્તન કરી રહ્યું છે.

Related posts

વલસાડ પારનેરા રોડ ઉપર દારૂનો વિપુલ જથ્‍થો ભરેલ કાર બુટલેગરે આઈસ્‍ક્રીમ ટેમ્‍પોને ટક્કર મારતા ટેમ્‍પો પલટી ગયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં પાંચમા દિવસે ૩૫૮૧ વિદ્યાર્થીઓનું વેક્સિનેશન કરાયું

vartmanpravah

વલસાડ ખાતે કોળી પટેલ સમાજના લગ્ન ઉત્‍સુક યુવક યુવતીઓનો પરિચય મેળો યોજાયો

vartmanpravah

‘એક ભારત, શ્રેષ્‍ઠ ભારત’ અભિયાન અંતર્ગત દમણમાં વિવિધ રાજ્‍યો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના સ્‍થાપના દિવસનું કરાયેલું આયોજન

vartmanpravah

અંભેટી ગામે ભૂસ્‍તર ટીમ ઉપર હુમલા પ્રકરણમાં જીતુ પટેલ અને જિ.પં. સભ્‍ય મિતેશની ધરપકડ

vartmanpravah

વાપી નગરમાં અદ્વિતિય આત્‍મોત્‍થાન ગુરુહેમ સ્‍મૃતિ મંગલ ચાતુર્માસ પ્રવેશોત્‍સવની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

Leave a Comment