Vartman Pravah
દમણ

વરસાદ ખેચાતા દમણમાં ડાંગરનું ધરૂ સુકાવાની નોબતઃ મોટી દમણના ખેડૂતોની દયનીય બનેલી હાલત

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૦૬ઃ દમણમાં વરસાદ ખેîચાતા ડાંગરનું ધરૂ સુકાવાની નોબત આવી રહી છે. ખાસ કરીને મોટી દમણના વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો ડાંગરની ખેતી કરે છે. પ્રશાસન દ્વારા સિંચાઈની કરાયેલી વ્યવસ્થા છતાં દેખરેખના અભાવે સિંચાઈ વ્યવસ્થામાં અવરોધ પેદા થયેલ હોવાની માહિતી પણ સાંપડી છે.
મળતી માહિતી પ્રમાણે દમણવાડા ગ્રામ પંચાયતના બારિયાવાડ ખાતે પ્રશાસન દ્વારા સિંચાઈ વ્યવસ્થા માટે કેટલાક ખેતરોને આવરી લઈ બોર કરવામાં આવેલ છે. આ બોરમાંથી ખેતરોને પાણી પહોîચાડવા માટે પમ્પીંગ સ્ટેશન પણ બનાવવામાં આવેલ છે. પરંતુ દેખરેખના અભાવે આ વ્યવસ્થા પડી ભાંગેલ હોવાનું સામે આવ્યું છે.
અત્રે નોîધનીય છે કે, મોટી દમણમાં મધુબન જળાશય યોજના અંતર્ગત બનાવવામાં આવેલ નહેરની પણ કોઈ ઉપયોગીતા રહી નથી. જ્યારથી નહેરનું નિર્માણ થયું છે ત્યારથી ભાગ્યે જ ખેતરને પાણી પહોîચ્યું હોય ઍવી સ્થિતિ છે. નહેરની આજુબાજુ કરાયેલા દબાણના કારણે ખેતરો સુધી પાણી પહોîચતું નથી અને ઠેર ઠેર નહેરમાં પણ ભંગાણ હોવાનું જાવા મળે છે.
સંઘપ્રદેશ પ્રશાસન ખાસ કરીને મોટી દમણના ખેડૂતોની ખેતીને નવજીવન મળે ઍવા પ્રયાસ કરે ઍવી માંગ પ્રબળ બની છે. મોટી દમણમાં સિંચાઈના અભાવની સાથે સાથે રખડતા ઢોરોના પણ અસહ્ના ત્રાસના કારણે ખેડૂતો પોતાની જમીનમાં કોઈપણ વસ્તુનું વાવેતર કરવાનું ટાળે છે. જા પ્રશાસન દ્વારા યોગ્ય સહકાર મળે તો મોટી દમણમાં અોર્ગેનિક ખેતીનો પ્રયોગ પણ સફળ બની શકે ઍવી સંભાવના જાવાઈ રહી છે.
સંઘપ્રદેશ પ્રશાસન મોટી દમણના ખેડૂતો માટે કોઈ ઠોસ રણનીતિ બનાવે ઍવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

Related posts

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત સેલવાસના કલા કેન્‍દ્રમાં જિલ્લા સ્‍તરીય રંગોત્‍સવ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

30 એપ્રિલના રવિવારે મોટી દમણ કોર્ટના પ્રાંગણમાં યોજાશે રાષ્‍ટ્રીય લોક અદાલત: પ્રિ-લિટીગેશન કેસો જેવા કે બેંક રિક્‍વરી કેસ, દમણ મ્‍યુનિસિપલ કાઉન્‍સિલ પેન્‍ડિંગ ડયુઝ, પી.ડબ્‍લ્‍યુ.ડી. વોટર ચાર્જીસ ડયુઝ તથા મેટ્રો મોનિયલ ડિસપુટ જેવા કેસોના સમાધાનની મળનારી તક

vartmanpravah

દમણ અને દીવ તેની આઝાદીથી જ રાષ્‍ટ્રપતિ શાસન હેઠળઃ સાંસદ ઉમેશભાઈ પટેલ

vartmanpravah

દાનહ-દમણ-દીવ ભાજપના માસ્‍ટર પ્‍લાનનો આરંભઃ 21મી જાન્‍યુ. સુધી ‘ડોર ટુ ડોર’ મહા જનસંપર્ક અભિયાન

vartmanpravah

‘રાષ્‍ટ્રીય આદિજાતિ રમત-ગમત મહોત્‍સવ-2023′ ભુવનેશ્વરમાં યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના સમગ્ર શિક્ષા અંતર્ગત કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા 257 શિક્ષકોને છૂટા કરાયા

vartmanpravah

Leave a Comment