April 24, 2024
Vartman Pravah
સેલવાસ

દાનહમાં ૦૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયાઃ દમણમાં ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નહી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૦૬
દાદરા નગર હવેલીમાં નવા ૦૬ કોરોના પાઝિટિવ કેસો નોંધાયા છે. પ્રદેશમા હાલમા ૩૧ સક્રિય કેસ છે, અત્યાર સુધીમાં ૫૮૧૯ કેસ રીકવર થઈ ચૂક્યા છે, ત્રણ વ્યક્તિનુ મોત થયેલ છે.
પ્રદેશમા આરટીપીસીઆરના ૨૩૭ નમૂનાઓ લેવામા આવ્યા હતા. જેમાંથી ૦૫ વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતો અને રેપિડ ઍન્ટિજન ૧૪૫૦ નમૂના લેવામા આવેલ જેમાંથી ૦૧ રિપોર્ટ પોઝિટિવ આવ્યા ટોટલ ૦૬ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. પ્રદેશમા ૦૫ કન્ટાઈમેન્ટ ઝોન નક્કી કરાયા છે.
દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીઍચસી સીઍચસી સેન્ટર પર અને સબ સેન્ટર સહિત વિવિધ સોસાયટીમા કોવીશીલ્ડ વેક્સીનનુ ટીકાકરણ કરવામા આવ્યું હતું. જેમાં આજે ૬૮૫૨ લોકોને વેક્સીન આપવામા આવ્યા છે. પ્રદેશમા કુલ ૨૪૮૦૬૨ લોકોને વેક્સીન આપવામા આવી છે.
જયારે દમણની વાત કરીઍ તો દમણમાં આજરોજ ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નોîધાય નથી. દમણમાં આજરોજ ૫૪૪ કોરોના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો ન હતો. ૦ર વ્યક્તિ સાજા થતા આજરોજ રજા આપવામાં આવી હતી. હાલમાં પ્રદેશમાં કુલ ૭ કોરોના પોઝિટિવ સક્યિર છે જ્યારે અત્યાર સુધીમાં ઍકનું મોત થયેલ છે. જ્યારે ૩૪૭૨ જેટલા દર્દીઅો રિકવર થયા છે.
આજરોજ ઍક પણ કન્ટઈન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો નથી. હાલમાં પ્રદેશમાં કુલ પાંચ કન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર છે. જેમાં ભીમપોર-૦૧, દલવાડામાં-૦૧ દેવકામાં-૦ર અને નાની દમણ નગર પાલિકા વિસ્તારમાં ૦૧ ઝોન જાહેર છે.

Related posts

ખરડપાડાના યુવાનનું સારવાર દરમ્‍યાન મોતઃ રિપોર્ટમાં ગળુ દબાવી હત્‍યા કરાઈ હોવાનું સામે આવ્‍યું

vartmanpravah

લોકસભાની પેટા ચૂંટણીના પરિણામના એક વર્ષ બાદ દાનહ સાંસદ કલાબેન ડેલકરથીમોહભંગ બની રહેલા લોકોઃ પ્રદેશની સમસ્‍યાને સ્‍થાનિક યોગ્‍ય પ્‍લેટફોર્મ ઉપર રજૂ કરવા રહેલા નિષ્‍ફળ

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવમાં ‘બિચ ગેમ્‍સ-2024’નો શાનદાર પ્રારંભ

vartmanpravah

બુચરવાડામાં બેટી શિક્ષા, બેટી સુરક્ષાને લઈ સાયબર ક્રાઈમ, ટ્રાફિક વ્‍યવસ્‍થા, ગાર્ડનિંગ વગેરેમાં જાગૃતતા આવે તે અંગે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ ભાજપ યુવા મોર્ચાએ પ્રધાનમંત્રીના જાનને ખતરામાં નાંખવાની ચેષ્‍ટા કરનારી પંજાબની કોંગ્રેસ સરકારનો કરેલો વિરોધ

vartmanpravah

સેલવાસ પોલીસ ચોકીમાં કાર્યરત હોમગાર્ડે ચોરીનો પ્રયાસ કરનારને રોક્યા

vartmanpravah

Leave a Comment