April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણઃ આટિયાવાડ ગ્રા.પં.ના સરપંચ ઉર્વશીબેન પટેલે આયુષ્‍માન આરોગ્‍ય મેળાનું કરેલું ઉદ્‌ઘાટન

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘‘સૌનું સ્‍વાસ્‍થ્‍ય સૌનું કલ્‍યાણ”ની ભાવનાને સાકાર કરી આટિયાવાડવાસીઓને નિરોગી રહેવા પ્રશાસન અને પંચાયતના પ્રયાસમાં આપી રહેલા સહયોગ બદલ પ્રગટ કરેલો આભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : દમણની આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન જયેશભાઈ પટેલે આયુષ્‍માન ભવઃ અભિયાન અંતર્ગત દાભેલ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં પ્રથમ આયુષ્‍માન આરોગ્‍ય મેળાનું આજે ઉદ્‌ઘાટન કર્યું હતું.
સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે દાભેલ પી.એચ.સી.ના ઈન્‍ચાર્જ ડૉ. પ્રતાપ સોનાવણે સાથે આરોગ્‍ય મેળાનું નિરીક્ષણ કરી ઉપચાર માટે આવેલા દર્દીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. શ્રીમતી ઉર્વશીબેન પટેલ સ્‍વયં બી.ફાર્મ. હોવાની સાથે ફાર્મસી અને જેનેરિક દવાઓમાં પણ પોતાનું ઊંડું જ્ઞાન ધરાવે છે. જેના કારણે તેમણે ડોક્‍ટરો અને દર્દીઓને જેનેરિક દવાના ફાયદાની પણ સમજ આપી હતી.
આરોગ્‍ય મેળામાં આવેલી બહેનોને તેમના આરોગ્‍ય વિશે રાખવાની પ્રાથમિક કાળજીની સમજ પણ સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે આપી હતી. તેમણે દાભેલ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે દર ચોથાશનિવારે યોજાનારા આરોગ્‍ય મેળામાં હાજર રહી લાભ લેવા પણ પ્રેરિત કર્યા હતા.
ડૉ. પ્રતાપ સોનાવણે અને દાભેલ પી.એચ.સી.ની હેલ્‍થ ટીમે સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ, કુપોષિત બાળકો વગેરે લાભાર્થીઓને જરૂરી તબીબી સેવાઓ સાથે જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.
સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘‘સૌનું સ્‍વાસ્‍થ્‍ય સૌનું કલ્‍યાણ”ની ભાવનાને સાકાર કરી આટિયાવાડવાસીઓને નિરોગી રહેવા પ્રશાસન અને પંચાયતના પ્રયાસમાં આપી રહેલા સહયોગ બદલ આભાર પણ પ્રગટ કર્યો હતો.

Related posts

દાદરાની શ્રીમતી એમ.જી. લુણાવત શાળામાં કુપોષણ નિવારણ સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા-ધરમપુર વિસ્‍તારમાં વરસાદ ઘટયા બાદ ઠેર ઠેર વિનાશ-તબાહીના દૃશ્‍યો

vartmanpravah

મજીગામમાં ગણેશ મહોત્‍સવમાં ‘મજીગામના રાજા’ મંડળને સ્‍થાનિક સેવાભાવી પરિવાર દ્વારા સોના-ચાંદીની વરખવાળા પગ અર્પણ કરાયા

vartmanpravah

ધરમપુર કોંગ્રેસમાં યાદવાસ્‍થળી : કલ્‍પેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ ટિકિટના પ્રબળ દાવેદાર બનતા પૂર્વ સાંસદ કિશન પટેલને વાંકુ પડયું

vartmanpravah

બેડપાના પૂર્વ પંચાયત સભ્‍ય રાજેશ જાનુ વાંગડે ભાજપની બાંધેલી કંઠીઃ પૂર્વ સાંસદ સીતારામ ગવળી, હિરાભાઈ પટેલ અને પાવલુસભાઈ વાંગડની રંગ લાવી રહેલી મહેનત

vartmanpravah

નીતિ આયોગના સીઈઓ અને જી-20 શેરપા અમિતાભ કાંતે NIFT દમણ ખાતે અંતિમ સેમેસ્‍ટરના વિદ્યાર્થીઓને પરીક્ષાના ભાગરૂપે પ્રદર્શિત ડિઝાઈન સ્‍થાપન ઉપર આપેલું મનનીય વક્‍તવ્‍ય

vartmanpravah

Leave a Comment