September 11, 2026
Vartman Pravah
વાપી

પારડી હાઇવે ઉપર મોડી રાત્રે કન્ટેનર અને બે ટેમ્પા વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.૦૬
પારડી હાઈવે સ્થિત ચન્દ્રપુર પાસે આવેલ ફ્લાઈ ઓવર બ્રિજ પર કન્ટેનર ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબૂ ગુમાવતા તે ટ્રેક છોડી સામેના ટ્રેક ઉપર આવી જતા બે ટેમ્પા સાથે ભટકાયો હતો. અકસ્માત બાદ ટ્રક અને ટેમ્પામાં આગ લાગતા ટેમ્પો ડ્રાઈવર કેબીનમાં દબાઈ ફસાઈ જતા આગમાં જીવતો ભૂંજાયો હતો. જ્યારે ક્લીનરને સ્થાનિકોઍ નજીકની હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમ્યાન મોત થયું હતું.
હાઇવે નંબર ૪૮ ઉપર પારડી ચન્દ્રપુર બ્રિજ નજીક સોમવારે મોડી રાત્રે ૧૧ વાગ્યે ઍક કન્ટેનર ચાલક ડીડી-૦૧-સી-૯૦૪૬ના ચાલક ફાગુરામ પ્રભુ દયાળ ચૌરસિયા સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ડિવાઈડર કુંદાવીને મુંબઈથી સુરત તરફના ટ્રેક પર સામે આવી રહેલ ઍક આઇસર ટેમ્પો ઍમઍચ-૦૨-ઇઆર-૮૯૦૧ ને ટક્કર મારી હતી. જેમાં સવાર જશવંત ગિરી વસંતગીરી ગોસ્વામીને માથાના અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.
ત્યારબાદ બીજા આવી રહેલા વધુ ઍક ટાટા ટેમ્પો નંબર ડીઍન-૦૯-યુ-૯૩૫૯ને ટક્કર મારતા તેમાં આગ પકડી લીધી હતી અને કેબીનમાં દબાઈ ગયેલ ટેમ્પો ચાલક મંગલ રામ જોઇતાજી પુરોહિત આગમાં જીવતો હોમાય મોતને ભેટ્યો હતો. પારડી પોલીસ તેમજ ફાયરની ટિમ ઘટના સ્થળે પહોîચીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આગમાં મોતને ભેટેલા મંગલ રામ જોઇતાજીના ભાઈઍ પારડી પોલીસ મથક માં ફરિયાદ આપતા પોલીસે કન્ટેનર ચાલક ફાગુરામ ચોરસિયા સામે ગુન્હો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

ધરમપુર હનુમતમાળના મોહનપાડા ફળિયામાં કદાવર દિપડો પાંજરે પુરાયો : લોકોએ રાહત લીધી

vartmanpravah

વાપી વી.આઈ.એ.માંદિવ્‍યાંગો માટે નિઃશુલ્‍ક કૃત્રિમ હાથ-પગ સાધનોનો ત્રિદિવસીય સેવા યજ્ઞનો પ્રારંભ

vartmanpravah

ચીખલીના રેઠવાણીયા ગામમાં દીપડાની ચહલ પહલ જણાતા ગોઠવાયેલુ પાંજરું

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલના પગલે : ચીખલી હાઈવે ચાર રસ્‍તા પાસે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ખાડાઓ પુરતા વાહન ચાલકોને રાહત

vartmanpravah

પારડી પાલિકા દ્વારા બજારમાં સરપ્રાઈઝ ચેકિંગ: 6 જેટલા વેપારીઓ 7પ થી ઓછી માઈક્રોનની થેલી આપતા ઝડપાયાઃ 3 હજાર જેટલો દંડ વસૂલ્‍યો

vartmanpravah

પૈસાની ઉઘરાણીમાંસુરતના ફળ-શાકભાજીના વેપારીનું નવસારી પાસેથી અપહરણ : 6ની ધરપકડ

vartmanpravah

Leave a Comment