April 19, 2024
Vartman Pravah
ગુજરાત

નવસારીનાં મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયાં

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તા.૦૬
રાષ્ટ્રપતિ દ્વારા આજરોજ ભારત દેશના જુદા જુદા રાજ્યોના રાજ્યપાલોની ફેરબદલ અને કેટલાક રાજ્યપાલની નિમણૂંક કરાઈ છે. જેમાં ગુજરાતના નવસારીના વતની શ્રી મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાતા તેમના સમર્થકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.
રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે કર્ણાટકના રાજ્ય પાલ તરીકે મધ્યપ્રદેશના નેતા શ્રી થાવરચંદ ગહેલોત અને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે ગુજરાતના નેતા શ્રી મંગુભાઈ પટેલની નિમણૂંક કરી છે. જ્યારે શ્રી હરિબાબૂ કમભમપતિને મિઝોરમનના અને શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવાયા છે.
આ ઉપરાંત મિઝોમરના રાજ્યપાલ શ્રી પી.ઍસ. શ્રીધરન પિલ્લાઈને ગોવાના રાજ્યપાલ, હરિયાણાના રાજ્યપાલ શ્રી સત્યદેશ નારાયણ આર્યને ત્રિપુરાના રાજ્યપાલ બનાવાયા છે. જ્યારે ત્રિપુરાના રાજ્યપાલ શ્રી રમેશ બૈસને ઝારખંડના અને હિમચાલ પ્રદેશના રાજ્યપાલ શ્રી બંડારુ દત્તાત્રેયને હરિયાણાના રાજ્યપાલ તરીકે નિમણૂંક આપવામાં આવી છે.
નવસારી નગરપાલિકાના સભ્યપદથી રાજકીય સફર શરૂ કરનારા શ્રી મંગુભાઈ પટેલ સતત ૬ ટર્મ ધારાસભ્ય રહ્ના હતા. તેઅો ૧૯૯૦થી ૧૯૯૫, ૧૯૯૫થી ૧૯૯૭, ૧૯૯૮થી ૨૦૦૨, ૨૦૦૨થી ૨૦૦૭, ૨૦૦૨થી ૨૦૧૨ અને ૨૦૧૨થી ૨૦૧૭ દરમિયાન ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ૧ જૂન ૧૯૪૪ના રોજ જન્મેલા મંગુભાઈ પટેલે નજીવો અભ્યાસ કર્યો હોવા છતાં તેઅો રાજકીય જીવનમાં ખૂબ જ અગ્રેસર રહ્ના હતાં. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવાયા બાદ રૂપાણી સરકારમાં તેમને પડતાં મુકાયા હતાં.
કેશુભાઈ સરકાર દરમિયાન શ્રી મંગુભાઈ પટેલ વર્ષ ૧૯૯૮થી ૨૦૦૨ દરમિયાન રાજ્યકક્ષાના મંત્રી બન્યા હતા. ત્યાર બાદ શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારમાં ૨૦૦૨થી ૨૦૧૨ સુધી વન અને પર્યાવરણ મંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો. સતત ૧૦ વર્ષ સુધી વન અને પર્યાવરણ મંત્રી પદે રહ્ના બાદ ૨૦૧૩માં તેમને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ રૂપાણી સરકારમાં તેમને પડતાં મુકાયા હતાં.
પ્રધાનમંત્રી શ્રીમોદીઍ તેમને ફોન કરી ખબર અંતર પૂછ્યા હતાં. સવા વર્ષ પહેલા કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારે મંગુભાઈ નવસારીમાં પોતાના નિવાસસ્થાને હતા. ત્યારે ઍક ફોન આવ્યો અને જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમની સાથે વાત કરવા માંગે છે. આ સાંભળીને જ મંગુભાઈ ચોîકી ગયા હતા અને ત્યારબાદ શ્રી મોદીઍ મંગુભાઈ સાથે વ્યક્તિગત વાત કરી તેમના અને પૌત્રના ખબર અંતર પૂછ્યા હતાં.

Related posts

સુખાબારી ફાયરીંગ બટ વિસ્‍તારમાં પ્રવેશબંધી

vartmanpravah

રશિયા-યુક્રેન વચ્‍ચે યુદ્ધના કારણે કેમિકલ ઉદ્યોગ જગતની માયાનગરી ચીખલી વિસ્‍તારમાં પણ ઘેરાયા સંકટના વાદળ

vartmanpravah

પોલીસ બંદોબસ્‍ત સાથે વિસ્‍તરણ અધિકારીની ઉપસ્‍થિતિમાં ચીખલીના સાદકપોર ગ્રામ પંચાયતમાં યોજાયેલ સામાન્‍યસભામાં બહુમતિથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર થતાં સરપંચ જૂથમાં સોપો

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ પોસ્‍ટ ઓફિસોમાં સ્‍વચ્‍છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી ડુંગરામાં ભાગવત સપ્તાહ આયોજન અંતર્ગત સત્‍સંગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને પ્રાકળતિક ખેતીની સમીક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment