July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ મોંઘાભાઈ હોલ ગ્રાઉન્‍ડના નવરાત્રી મહોત્‍સવમાં વરસાદનું વિઘ્‍ન નડયું : પ્‍લાસ્‍ટીક પાથરી ગરબા રમાયા

નવરાત્રીના છેલ્લા બે દિવસનો નવરાત્રી મુડ વરસાદે ખેલૈયાનો બગાડયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વલસાડ જિલ્લામાં તા.3 ઓક્‍ટોબરથી નવરાત્રી મહોત્‍સવનો દબદબાપૂર્વક પ્રારંભ થઈ ગયો હતો. અનેક પાર્ટી પ્‍લોટ સહિત સોસાયટીઓમાં ગરબાના ભવ્‍ય આયોજનો કરાયા છે. પ્રારંભના દિવસોમાં વરસાદનું કોઈ વિઘ્‍ન નવરાત્રીમાં નડયું નહોતું પરંતુ નવરાત્રીના ઉતરાર્ધમાં આઠમ અને નવમીના ગરબામાં વરસાદ ખલનાયક બન્‍યો છે. રાત્રે ગરબાના સમયે જ વરસાદની એન્‍ટ્રી થાય છે. તેથી આયોજકો અને ખેલૈયાઓના રંગમાં ભંગ પડે છે. ગુરૂવારે રાત્રે વલસાડમાં આઠમના પવિત્ર નોરતામાં વરસાદ પડયો હતો. મોંઘાભાઈ હોલનો પ્‍લોટ પાણીમાં તરબોળ થઈ જતા આયોજકોએ પ્‍લાસ્‍ટીક પાથરીને ગરબા પુર્ણ કર્યા હતા.
હવામાન ખાતા દ્વારા તા.8 થી 11 ઓક્‍ટોબર દરમિયાન વરસાદ પડવાની આગાહી કરાઈ હતી તે મુજબ વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડયો છે. જેની સીધી આડઅસર નવરાત્રી મહોત્‍સવ ઉપર પડી હતી. છેલ્લા બે દિવસ નવરાત્રીના માત્ર બાકી રહ્યા હતા ત્‍યાં જ વરસાદે નવરાત્રીના રંગમાં ભંગ કર્યો હતો. પરંતુ નવરાત્રીના શોખીન અને ગુજરાતની ઓળખ એટલે ગરબા વરસાદની પરવા કર્યા સિવાય ખેલૈયા વરસતા વરસાદમાં પણ ગરબે રમ્‍યા હતા. કોઈપણ જગ્‍યાએ વરસાદના કારણે ગરબા બંધ નહોતા રહ્યા. આજે શુક્રવારે નવરાત્રીનો અંતિમ દિવસ છે. ફરી વરસાદ વિઘ્‍ન ઉભુ ના કરે તેવી ખેલૈયાની આસ રહી છે.

Related posts

કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ અને દાનહ-દમણ-દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અંદામાન નિકોબારનો પણ હવાલો સુપ્રત કરવા ઘડાતો તખ્‍તો

vartmanpravah

ધરમપુરમાં વધુ એકવાર આખલાઓએ આતંક મચાવ્‍યો : મોબાઈલ સ્‍ટોર સામે ઉભેલા વાહનોને નુકશાન

vartmanpravah

વાપી હાઈવે ઉપર મધરાતે ટ્રક પલટી મારી જતા પારડી-વલસાડ સુધી ટ્રાફિક જામ : વાહનોની કતાર

vartmanpravah

વલસાડ ડુંગરીમાં અસલી સોનુ બતાવી 3 કરોડનું સોનું 1 કરોડમાં આપવાનું કહી 50 લાખ લઈ ફરાર ગેંગ વિરૂધ્‍ધ ફરિયાદ

vartmanpravah

ચિવલ ખાતેથી દારૂ ભરેલ ટ્રક ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાનઃ વલસાડ જિલ્લાની 768 શાળાના 16275 વિદ્યાર્થીઓએ વિવિધ સ્‍પર્ધામાં ભાગ લીધો

vartmanpravah

Leave a Comment