December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રેલવે ફાટકે યાંત્રિક ખામી સર્જાતા માત્ર એક સાઈડનું ફાટક ખુલતા અંધાધૂંધી સર્જાઈ

વાહન ચાલકો એક તરફથી ઘૂસી તો ગયા પરંતુ નિકળવું કેમ?
પેચીદી સ્‍થિતિ ઉભી થઈ હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: પશ્ચિમ  રેલવેનો સૌથી વ્‍યસ્‍ત ટ્રેન વ્‍યવહાર અમદાવાદ-મુંબઈ વચ્‍ચેનો છે. આ વિભાગમાં વાપી પણ આવી જાય છે. આજે મંગળવારે બલીઠા રેલવે ફાટક ઉપર વિચિત્ર ગંભીર સ્‍થિતિ ઉભી થવા પામી હતી. ટ્રેન પસાર થયા બાદ બીજી તરફનું ફાટક ખુલ્‍યુ નહીં તેથી અંધાધુંધી સર્જાઈ હતી.
વાપી ફાટક વાપીના લોકો માટે અત્‍યારેહાર્ટલાઈન સમાન છે. વાપી દમણ અવર જવર કરવા માટે બહુધા વાપી ફાટકનો ઉપયોગ વાહન ચાલકો કરી રહ્યા છે. આજે આ ફાટક ઉપર ગંભીર ટેકનિકલ સ્‍થિતિનું નિર્માણ થયું હતું. ટ્રેન પસાર થયા બાદ સાંધાવાળાએ ફાટક તો રાબેતા મુજબ ચાલુ કરી દીધું પરંતુ ફાટક ફક્‍ત પヘમિ તરફનું ખુલ્‍યું, પૂર્વ તરફનું ફાટક ખુલ્‍યું જ નહીં. પરિણામે સામે છેડેથી વાહનોએ એન્‍ટ્રી તો લઈ લીધી હવે નિકળવું કેવી રીતે? સામેનું ફાટક તો બંધ હતું. વાહન ચાલકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. કારમ કે આ ફાટકથી દર પાંચ થી સાત મિનિટમાં એક ટ્રેન પસાર થાય છે. પરિસ્‍થિતિ અતિ ગંભીર અને પેચીદી ઉભી થઈ હતી પરંતુ થોડાક સમય બાદ ટેકનિકલ ક્ષતિ દુરસ્‍ત કરવામાં આવતા સ્‍થિતિ થાળે પડી હતી.

Related posts

પ્રગટેશ્વરધામ આછવણી દ્વારા ભાઇબીજના પાવન પર્વે ગલતેશ્વર મહાદેવ મંદિર-ટીંબા ખાતે યમયજ્ઞ કરાયો

vartmanpravah

વાપી ગુંજનમાં નોટિફાઈડ દ્વારા ટ્રાફિક નડતરરૂપ દબાણો હટાવવા ડિમોલીશન કાર્યવાહી

vartmanpravah

વાપી વીઆઈએ ઓડિટોરિયમમાં આર.કે. દેસાઈ કોલેજની ફ્રેશર પાર્ટી યોજાઈ

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલને પગલે તંત્ર જાગ્‍યું: ચીખલી કોલેજ રોડની ડિવાઈડર વચ્‍ચે લગાવે મસમોટા પોસ્‍ટર અને હોર્ડિંગ્‍સ ઉતારી લેવાયા

vartmanpravah

સમરોલી સ્‍વામિનારાયણ સ્‍કૂલ સીબીએસઈનું ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ધો.10નું 100 ટકા પરિણામ

vartmanpravah

દાનહ પેટા ચૂંટણીમાં લોક જનશક્‍તિ પાર્ટીએ ભાજપને કરેલા સમર્થનની જાહેરાતઃ ભાજપની તાકાતમાં વધારો

vartmanpravah

Leave a Comment