Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વાપી-વલસાડ રેલવે ટ્રેક ઉપર ગાય આવી જતા ‘વંદે ભારત’ ટ્રેનને વધુ એક અકસ્‍માત નડયો

મૃત ગાયને હટાવાયા બાદ ટ્રેનને મુંબઈ તરફ રવાના કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: ડબલ સુપર ફાસ્‍ટ અમદાવાદ-મુંબઈ વચ્‍ચે દોડતી વંદે ભારત ટ્રેનને વધુ એકવાર અકસ્‍માત નડયો હતો. વલસાડ-વાપી વચ્‍ચે ટ્રેક ઉપર અચાનક ગાય આવી જતા ટ્રેન થોભાવાઈ હતી. અકસ્‍માતમાં ગાયનું મોત નિપજ્‍યું હતું.
વંદે ભારત ટ્રેન સુરતથી રાબેતા મુજબ મુંબઈ જવા રવાના થયા બાદ વલસાડ સ્‍ટેશન પાસ કરાયા બાદ આ સુપર ફાસ્‍ટ ટ્રેનની ટ્રેક ઉપર વાપી વલસાડ વચ્‍ચે એક ગાય આવી ગઈ હતી. ટ્રેનને તાત્‍કાલિક થોભાવી દેવાઈહતી. અલબત્ત ટ્રેનના એન્‍જિન કે કોઈપણ ભાગને કોઈ નુકશાન થયું નહોતું પરંતુ ટ્રેનની અચાનક બ્રેકથી મુસાફરોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. કંઈ અજુગતુ થયાની દહેશત ટ્રેનમાં પ્રસરી જવા પામી હતી. જો કે અકસ્‍માતને લઈ ગાય ટ્રેક ઉપર જ મરણ પામી હતી તેને હટાવી લેવાયા બાદ વંદે ભારત ટ્રેન મુંબઈ જવા માટે રવાના થી હતી. નોર્મલ-સામાન્‍ય મરામત ટ્રેન એન્‍જિનમાં કરવામાં આવી હતી.

Related posts

પારડી હોસ્‍પિટલમાં ચાલી રહેલો સર્જીકલ કેમ્‍પ

vartmanpravah

વાપી, પારડી, કપરાડા તાલુકામાં મુખ્‍યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 21.25 કિ.મી.ના 1033 લાખના કામો મંજૂર

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ગ્રેટર દ્વારા ગુરૂજનોનું સન્‍માન કરાયું

vartmanpravah

વલસાડના તિથલ ખાતે દરિયાઈ તટ મેરેથોન યોજાઈઃ 1191 દોડવીરો ઉત્‍સાહભેર દોડયા

vartmanpravah

દમણની સબ જેલમાં રક્ષાબંધન પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ સહિત જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં વાજતે ગાજતે દિવાસાના દિવસે દશામાની મૂર્તિઓની સ્‍થાપના

vartmanpravah

Leave a Comment