(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12
દાનહના રખોલી પંચાયત કચેરી ખાતે ‘સબકી યોજના, સબકા વિકાસ’ વર્ષ 2022-23 ગ્રામ પંચાયત વિકાસ યોજના માટે સરપંચની અધ્યક્ષતામાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમા અધિકારીઓ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપી હતી. આ સાથે સ્થાનિકોએ ગામની સમસ્યા અંગે અધિકારીઓને રજૂઆત કરી હતી. જે સંદર્ભે ગામના કેટલાક પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે જિલ્લા પંચાયતના વિકાસ અને આયોજન અધિકારી શ્રી મિથુન રાણા, સરપંચ શ્રી સુરજભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય શ્રી દિપક પ્રધાન, પંચાયત સભ્યો, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.