Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મતદાન કરી આંગળીએ શાહીનું નિશાન બતાવો અને મેળવો: વલસાડ જિલ્લામાં મતદાન પ્રોત્‍સાહિત કરવા વિવિધ શો-રૂમ, હોટલોએ આકર્ષક સ્‍કીમ અમલમાં મુકી

વાપી વી.આઈ.એ. સામેની હોટલ વોટ ઈન્‍ડીયા ટેગ લાઈન સાથે
18 ટકા ડિસ્‍કાઉન્‍ટ અને 7 વેરાયરી ફીની ઓફર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: અવસર લોકશાહીનો એટલે કે આગામી તા.7 મે ના રોજ 26-વલસાડ બેઠક પર લોકસભા સામાન્‍ય ચૂંટણી-2024 માટે મતદાન થનાર છે, લોકશાહીના આ મહાપર્વમાં વધુમાં વધુ મતદાન થાય એવા શુભ આશય સાથે વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શો રૂમ, દુકાન તેમજ હોટલ માલિકો સાથે બેઠકો યોજી મતદારો માટે વિવિધ આકર્ષક સ્‍કીમ અમલમાં મુકવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા માટે વધુમાં વધુ મતદાન થાય એ માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ સ્‍વીપ મેનેજમેન્‍ટ કમિટી અને જિલ્લાના વિવિધ વિભાગના નોડલ અધિકારીઓ તેમજ મદદનીશ ચૂંટણી અધિકારીઓ દ્વારા મતદાર જાગૃતિ માટે નીતનવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેથી વધુમાં વધુ મતદાન થઈ શકે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નવતર અભિગમ હેઠળવલસાડ શહેરમાં આવેલા કપડાના બે શો રૂમ માલિકો દ્વારા મતદારો માટે સ્‍પેશિયલ ડિસ્‍કાઉન્‍ટ ઓફર રાખવામાં આવી છે. જેમાં એક શો રૂમ દ્વારા ‘‘તમારો વોટ બનશે ભાગ્‍ય વિધાતા” ટેગલાઈન સાથે મતદારો માટે જાહેરાત કરવામાં આવી છે કે, તા.7 મે 2024ના રોજ મતદાન કરો અને 7 ટકા ડિસ્‍કાઉન્‍ટ મેળવો, જ્‍યારે અન્‍ય એક શો રૂમ દ્વારા ‘‘અમે પણ મતદાનની સાથે” ટેગલાઈન દ્વારા તા.7 મે 2024ના રોજ મતદાન કરો અને 14 ટકા ડિસ્‍કાઉન્‍ટ મેળવોની સ્‍કીમ ઓફર કરવામાં આવી છે.
આ સિવાય વાપી વીઆઈએ ગ્રાઉન્‍ડની સામે આવેલી એક હોટલ દ્વારા ‘‘વોટ ઈન્‍ડિયા”ની ટેગલાઈન સાથે મતદાનના દિવસે ફક્‍ત મતદાનની શ્‍યાહી વાળી આંગળી બતાવો અને 18 ડિસ્‍કાઉન્‍ટ મેળવો તેમજ સાથે ખાદ્ય સામગ્રીની 7 આઈટમ પણ ફ્રીમાં આપવામાં આવશે એવી ઓફર આપવામાં આવી છે. આ મુજબ અનેક વિધ સ્‍થળોએ મતદારોને આકર્ષવા માટે વિવિધ સ્‍કીમની ઓફર આપવામાં આવી છે. લગ્ન સમારોહમાં પણ દરેક મત છે, મહત્‍વનો. સૌની ભાગીદારી એ લોકશાહીનો પાયો છે એવા બેનર જોવા મળી રહ્યા છે. કોલેજોમાં યુવા મતદારોને જાગૃત કરવા માટે સેલ્‍ફી સ્‍ટેન્‍ડ લગાવવામાં આવ્‍યા છે. જેને પગલે સમગ્ર વલસાડ જિલ્લામાં ઠેર ઠેર લોકશાહીના આ અનેરા અવસરને આવકારવા માટે હરકોઈ મતદાર આતુર હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે.

Related posts

સેલવાસમાં રોહિત સમાજ દ્વારા રક્‍તદાન અને તબીબી તપાસ શિબિર યોજાઈ: 500થી વધુ લાભાર્થીઓએ લીધેલો લાભઃ 165 યુનિટએકત્રિત કરાયેલું રક્‍ત

vartmanpravah

દાનહમાં એક ઇંચથી વધુ વરસ્‍યો વરસાદ

vartmanpravah

સોનવાડા ગામે ઘરમાં આગ લાગતા મચી અફરાતફરી

vartmanpravah

મોતીવાડાની 22 વર્ષિય યુવતી ગુમ

vartmanpravah

પારડીમાં વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દ્વારા આયોજિત શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું કરાયું સમાપન

vartmanpravah

સાપુતારા ઘાટ માર્ગ પર લાકડા ભરેલો ટ્રક કાર ઉપર પડ્યોઃ કાર નીચે ચગદાઈ જવાથી બાળક સહિત પાંચ લોકોના મોત

vartmanpravah

Leave a Comment