Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ટાંકલ ગામે ત્રણ કારના અકસ્‍માતમાં એક જ પરિવારના બે બાળકો સહિત પાંચનો આબાદ બચાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.21: ચીખલી તાલુકાના ટાંકલમાં બે સામસામે અથડાયેલી કારમાં એક બીજી કાર ઘુસી જતા સર્જાયેલા અકસ્‍માતમાં વલસાડના સેગવીના એક જ પરિવારના બે બાળકો સહિત પાંચ જેટલા ને ઈજા થતાં સારવાર અર્થે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.
બનાવની ઘટના સ્‍થળેથી પ્રાપ્ત માહિતી મુજબ રવિવારના રોજ બપોરના સમયે આઈ-20 નં-જીજે-21-સીબી-2058 નંબરની કારનો ચાલક સરૈયાથી ટાંકલ તરફ આવી રહ્યો હતો. દરમિયાન ટાંકલ મોટી નહેર પાસે સરૈયા તરફ જઈ રહેલ બલેનો કાર નં.જીજે-15-સીજે-1574 સામસામે ભટકાતા અને આ બલેનો કારમાં પાછળ આવી રહેલ ટાટા સફારી કાર નં-જીજે-21-એમ-9270 પણ ભટકાતા બલેનો કાર રસ્‍તાની સાઈડે ઉતરી ગઈ હતી જોકે સામ સામે ભટકાયેલી બંને કારોમાં વ્‍યાપક નુકસાન થવા સાથે આપૈકી બલેનો કારમાં સવાર વલસાડ તાલુકાના સેગવી ગામના એક જ પરિવારના પાંચ જેટલા ઈજાગ્રસ્‍ત થતા ચીખલીની ખાનગી હોસ્‍પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે વલસાડની ખાનગી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હોવાનું જાણવા મળ્‍યું હતું. ઉપરાંત અકસ્‍માતમાં સરાયા ગામના આઈ-20 કારના ચાલક આશિષ હેમંતભાઈ પટેલને પણ નાની મોટી ઈજા થઈ હોવાની માહિતી સાંપડી હતી.
અકસ્‍માતમાં ઈજાગ્રસ્‍ત થયેલાઓમાં દિવ્‍યાબેન સાવનભાઈ રાઠોડ (ઉ.વ-29), યુગ સાવનભાઈ રાઠોડ (ઉ.વ.-9), હર્મિષ્ઠા સાવન રાઠોડ (ઉ.વ-8 મહિના), સાવન મુકેશભાઈ રાઠોડ (ઉ.વ-30), પ્રાચી દેવાંગ રાઠોડ (ઉ.વ-22) તમામ રહે.સેગવી તા.જી.વલસાડ, આશિષ હેમંતભાઈ પટેલ (રહે.સરૈયા તા.ચીખલી જે આઈ-20 કારનો ચાલકનો સમાવેશ થાય છે.
અકસ્‍માતની જાણ થતા ટાંકલ ગામના સરપંચ દિનેશભાઈ સહિતના ઘટના સ્‍થળે ધસી જઈ ઈજાગ્રસ્‍તોને હોસ્‍પિટલમાં ખસેડવા સહિતની તજવીજ કરી હતી. જોકે બનાવ અંગે આ લખાય ત્‍યાં સુધી પોલીસ ચોપડે કોઈ ગુનો નોંધાયો ન હતો.

Related posts

દાનહ કોંગ્રેસ સમિતિ દ્વારા ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરવામાં આવેલી જોરશોરથી ઉજવણી

vartmanpravah

વાપી પાલિકા વિસ્‍તારમાં ચાલીમાં રૂમ વધારે હોય છે છતાં પાણી કનેકશન એક હોવાથી પાણી સમસ્‍યા વધી

vartmanpravah

દાનહ ખાનવેલની પરિણીતાએ ઝેરી દવા પી આત્‍મહત્‍યા કરી

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દાનહનું 78.48 ટકા આવેલું પરિણામ

vartmanpravah

અદાણી ગેસ કંપની ડીલરશીપ માટે બોગસ વેબસાઈટ ઉપર વાપીના ઉદ્યોગપતિ સાથે 94.20 લાખનો સાઈબર ફ્રોડ કરનાર ટોળકીનો 4થો આરોપી ઝડપાયો

vartmanpravah

દાનહમાં થયેલા ઔદ્યોગિકરણનો લાભ પ્રદેશના કેટલા આદિવાસીને મળ્‍યો અને કોના ‘જીવન-ધોરણમાં’ સુધારો આવ્‍યો?

vartmanpravah

Leave a Comment