ઓપરેશનનો સરસામાન વલસાડથી નહી મંગાવાતા પારડીથી મંગાવાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં અકસ્માતના ઓપરેશન પેટે ગરીબ અપંગ આદિવાસી પરિવાર પાસેથી રૂા.12 હજાર વસુલવામાં આવતા મામલો ગરમાયો હતો.
ધરમપુર સ્ટેટ હોસ્પિટલ સરકારી હોસ્પિટલ છે તેથી દર્દીઓને નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે. હોસ્પિટલમાં મોહપાડા ગામ અને મોહનાકાઉચાલીના વ્યક્તિનો અકસ્માત થયો હતો. જેનું આજરોજ ઓપરેન કરવામાં આવ્યું હતું તે પેટે હોસ્પિટલે 12 હજાર ગરીબ પરિવાર પાસેમાંગવામાં આવ્યા હતા તેથી આદિવાસી આગેવાનો હોસ્પિટલમાં દોડી ગયા હતા અને મામલો ગરમાયો હતો. ઓપરેશનનો જરૂરી સામાન પારડીથી મંગાવાયેલ, વલસાડથી કેમ નહી તેવો મુદ્દો પણ ઉઠયો હતો. બીજુ આયુષ્યમાન સુવિધા હેઠળ શા માટે સારવાર નહી કરવામાં આવી. જેવા મુદ્દા આ પ્રકરણમાં ઉપસ્થિત થયા હતા. આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલે સેવાની જગ્યાએ બીલ વસુલતા આરોગ્ય સેવાઓ પોકળ સાબિત થઈ છે.