ઉમરગામ એસ.વી. જ્ઞાન શાળાની વિદ્યાર્થીની જીયા દુબે, વાપીનો વિદ્યાર્થી મિહિર કાયસે ડીસ્ટ્રીક અને વાપી ટોપર બન્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી,તા.26: જે.ઈ.ઈ. મેઈન 2024નું બહાર પડેલ પરિણામમાં વાપી, ઉમરગામના બે વિદ્યાર્થી મેદાન મારી ડિસ્ટ્રીક અને વાપી ટોપર બનીને શાળા તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે.
ઉમરગામ એસ.વી. જ્ઞાન શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જીયા દુબેએ ગણિતના મુખ્ય વિષયમાં 100 ટકા પર્સન્ટાઈલ સાથે 99.98 પર્સન્ટાઈલ મેળવી શૈક્ષણિક ક્ષેત્રે નામ રોશન કર્યું છે. જીઆએ ઓલ ઈન્ડિયા રેન્ક (એઆઈઆર) 417 પ્રાપ્ત કર્યો છે અને વલસાડ જિલ્લામાં જીયા પ્રથમ ક્રમે રહી છે. તદ્દઉપરાંત વાપીનો વિદ્યાર્થી મિહિર કાયસેએ 99.96 પર્સન્ટાઈલ મેળવ્યા છે તેમજ વાપી સિટીમાં ટોપર રહ્યો છે. પરિણામ બાદ જી.આ.એ જણાવ્યું હતું. કે માતા-પિતા અને શાળાના શિક્ષિકો અને આકાશ ઈન્સ્ટીટયુટ વાપી બ્રાન્ચમાં પણ નિયમિત પ્રશિક્ષણ મેળવતા હતા.