-
૮૩૨૮૪ લાભાર્થીઓને રૂ. ૨૫૮૮.૮૮ લાખની સહાયનું વિતરણ કરાશે
-
ધરમપુર, કપરાડા અને ઉમરગામ તાલુકામાં ત્રણ સ્થળોએ કાર્યક્રમ યોજાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: વલસાડ જિલ્લામાં આદિજાતિ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. ૯મી ઓગસ્ટના રોજ ધરમપુર, કપરાડા અને ઉમરગામ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમો યોજાશે. ત્રણ તાલુકાઓમાં યોજાનારા કાર્યક્રમોમાં ધરમપુર ખાતે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, કપરાડા રાજ્યકક્ષાના નર્મદા જળ સંપત્તિ અને પાણી પૂરવઠા, કલ્પસર અને મત્સ્ય ઉદ્યોગ (સ્વતંત્ર હવાલો)ના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી અને ઉમરગામ ખાતે રાજ્યકક્ષાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં કુલ રૂ. ૫૪૦.૯૭ લાખના ૨૪૨ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત અને ૮૩૨૮૪ વ્યક્તિગત લાભાર્થીઓને રૂ. ૨૫૮૮.૮૮ લાખની યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કરવામાં આવશે.
ધરમપુર તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં એસ.એમ.એસ.એમ. હાઈસ્કૂલ, ત્રણ દરવાજા ખાતે જ્યારે કપરાડા તાલુકામાં કાર્યક્રમની ઉજવણી રાજ્યકક્ષાના નર્મદા જળ સંપત્તિ અને પાણી પૂરવઠા, કલ્પસર અને મત્સ્ય ઉદ્યોગ(સ્વતંત્ર હવાલો)ના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અરૂણોદય સાર્વજનિક વિદ્યાલય ખાતે તેમજ ઉમરગામ તાલુકામાં કાર્યક્રમની ઉજવણી રાજ્યકક્ષાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયાની અધ્યક્ષતામાં શ્રી સ્વામીનારાયણ ગુરૂક્લના પ્રાર્થના હોલમાં બેંક ઓફ બરોડાની બાજુમાં, ભીલાડ ખાતે થશે. થશે. કાર્યક્રમોમાં મંત્રીશ્રીઓના હસ્તે વિવિધ વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવા ઉપરાંત લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવશે.