December 1, 2025
Vartman Pravah
દમણ

દમણમાં છેલ્લા ૨૪ કલાકમાં ૦૧ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ,તા.૦૭ઃ
સંઘપ્રદેશ દમણમાં આજરોજ નવો ૦૧ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો છે. જયારે ૦૨ દર્દીઅો સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પ્રદેશમાં હાલમાં કુલ ૦૬ સક્રિય કેસ છે, અત્યાર સુધીમાં ૩૪૭૪ દર્દીઅો કોરોનામુક્ત થઈ ચુક્યા છે, જ્યારે ફક્ત ૧ વ્યક્તિનું કોરોનાથી મોત થયેલ હોવાનું પ્રશાસનની અખબારી યાદીમાં જણાવાયું છે.
પ્રા માહિતી મુજબ આજે દમણમાં ૫રપ નમૂનાઓ તપાસ માટે લેવામાં આવ્યા હતા. જેમાંથી ૦૧ વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતો. જ્યારે ર દર્દી રિક્વર થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પ્રદેશમાં ૦૧ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો છે. જેમાં નાયલા પારડી મોટી દમણનો સમાવેશથાય છે. દમણમાં હાલમાં ૦૩ કન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર છે. જેમાં દલવાડા-૦૧, નાની દમણ નગર પાલિકા વિસ્તારમાં ૦૧, મોટી દમણમાં ૦૧ સ્થળોનો સમાવેશ થાય છે.
દમણ આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા હોસ્પિટલ અને પીઍચસી, સીઍચસી સેન્ટર પર અને સબ સેન્ટરમાં વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. જેમાં આજે ૧૮થી ૪૪ વર્ષની વયના ૬૦૬ સહિત કુલ ૧,૭૬૮ લોકોનું કોરોના વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી પ્રદેશમાં કુલ ૧,૯૮,ર૧૪ લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે.

Related posts

દાનહ અને દમણ-દીવના ભાગ્‍ય વિધાતા કોણ? : દાનહ અને દમણ-દીવમાં સાંસદો એટલે જ સરકાર જેવી સ્‍થિતિ હતી

vartmanpravah

મહારાષ્‍ટ્રના દેવડોગરી ખાતે રમાયેલી ટૂર્નામેન્‍ટમાં દાદરા નગર હવેલીના ખેરારબારી પટેલપાડાની ટીમ વિજેતા

vartmanpravah

ભારત સરકારના ફરજીયાત શિક્ષણના અધિનિયમ અંતર્ગત દમણમાં શૈક્ષણિક વર્ષ 2024-25માં 15 ખાનગી શાળાઓમાં 308 વિદ્યાર્થીઓ અને દીવમાં બે ખાનગી શાળામાં 13 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

vartmanpravah

દાનહ, દમણ અને દીવ જિલ્લા પંચાયતોના પ્રમુખ-ઉપ પ્રમુખની પસંદગી ભાજપ હાઈકમાન્‍ડ માટે પણ અગ્નિ પરીક્ષા

vartmanpravah

આજે દાનહ અને દમણ-દીવની ફૂટબોલ ટીમ નેશનલ ચેમ્‍પિયનશીપની સંતોષ ટ્રોફીની મેચ રમવા જયપુર જવા પ્રસ્‍થાન કરશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી અને શિક્ષણ સચિવ અંકિતા આનંદના દિશા-નિર્દેશ હેઠળ દમણ જિલ્લાની તમામ શાળાના આચાર્યો અને નોડલ સેફટી શિક્ષકો માટે ‘ગુડ ટચ, બેડ ટચ’ના સંદર્ભમાં યોજાયેલ અર્ધદિવસીય જાગૃતતા સત્ર

vartmanpravah

Leave a Comment