October 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સ્‍વચ્‍છતા આંદોલન દ્વારા ફક્‍ત આપણે આપણા પ્રદેશનો જ નહીં પરંતુ દેશનો ચહેરો બદલીશું : સાંસદ લાલુભાઈ પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24
દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં યોજાયેલ સ્‍વચ્‍છતા સંકલ્‍પ કાર્યક્રમમાં દમણ-દીવનાસાંસદ શ્રી લાલુભાઈ પટેલે પોતાના વક્‍તવ્‍યમાં જણાવ્‍યું હતું કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે તેમના 5ાંચ વર્ષના કાર્યકાળમાં તેમની દૂરંદેશી વિચારસરણીને કારણે સંઘપ્રદેશને સુંદર બનાવ્‍યું છે. તેમણે જણાવ્‍યું હતું કે, દેશભરમાં સ્‍વચ્‍છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રીના માર્ગદર્શન હેઠળ સ્‍વચ્‍છતા અભિયાનમાં એક નવું પરિમાણ ઉમેરતા લોકોની આદતો બદલવાનું આંદોલન શરૂ કરવામાં આવ્‍યું છે.
આ આંદોલન દ્વારા આપણે માત્ર સંઘપ્રદેશનો જ નહીં પરંતુ આપણા દેશનો ચહેરો બદલીશું. તેમણે જણાવ્‍યું હતું કે, સ્‍વચ્‍છતા જળવાઈ રહેશે તો આપણે પણ સ્‍વસ્‍થ રહીશું. આપણે આપણા સંઘ પ્રદેશને એટલું સ્‍વચ્‍છ બનાવવું પડશે કે પ્રવાસીઓ અહીં આવીને રોકાઈ શકે અને સ્‍થાનિક લોકોને રોજગારી મળી શકે. આ માટે આપણે આપણી આદતો બદલવાની જરૂર છે.

Related posts

પારડીના પીઆઈ જી.આર.ગઢવીએ ચાર્જ સંભાળતા જ અનેક ગુનાઓ ઉકેલવામાં મળી સફળતા

vartmanpravah

ગુજરાતની ચૂંટણીમાં ઘૂસાડવા માટે બનાવાયેલ 8 કરોડની નકલી નોટ પાલઘરમાં ઝડપાઈ

vartmanpravah

દમણ પરિવહન વિભાગે ઓટોરીક્ષા, ટેક્ષી તથા બસ ચાલકોની આંખની તપાસ માટે યોજેલો મેગા આઈ ચેકઅપ કેમ્‍પ

vartmanpravah

વાપી છરવાડામાં પૈસાનો વરસાદ વરસાવી કહી રૂા.1.62 લાખની ઠગાઈ : બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ

vartmanpravah

કપરાડા કુંભઘાટ ઉપર ટ્રક પલટી મારી જતા અકસ્‍માત સર્જાયો

vartmanpravah

વાપી ચલા બુનમેક્‍સ સ્‍કૂલમાં બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું : 53 શાળાના બાળકોએ ભાગ લીધો

vartmanpravah

Leave a Comment