October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના ગિરનારા ગામે વરસાદ સાથે વાવાઝોડુ ત્રાટકતા અનેક ઘરના છાપરા ઉડયાઃ તબાહી મચાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: છેલ્લા કેટલાક દિવસથી હવામાનમાં અજીબો ગરીબ ફેરફાર વલસાડ જિલ્લા સહિત ગુજરાત રાજ્‍યમાં જોવા મળી રહ્યા છે. ક્‍યાંક કાળઝાળ ગરમી પડી રહી છે તો ક્‍યાંક વરસાદ વાવાઝોડા વાઈ રહ્યા છે. જોકે હવામાન ખાતાની વાતાવરણમાં ફેરફાર થવાની આગાહી કરેલી જ છે. કંઈક તેવી સીધી અસર આજે સોમવારે કપરાડા વિસ્‍તારના ગિરનારા ગામે સીધી જોવા મળી હતી. વરસાદ સાથે વાવાઝોડુ ત્રાટક્‍યુ હતું. જેમાં અનેક મકાનોના છાપરા-પતરા ઉડયા હતા તેથી તબાહી મચી જવા પામી હતી.
કપરાડાના ગિરનારા ગામે આજે વાવાઝોડા સાથે વરસાદ ત્રાટક્‍યો હતો. જેથી ગામમાં બદલાયેલા વાતાવરણે ઠેર ઠેર તબાહી મચાવી દીધી હતી. કેટલાક ઘરના છાપરા-પતરા ઉડયા હતા. સામાન્‍ય અને ગરીબ પરિવારો ધરાવતા આ ગામમાં વાવાઝોડાએ તબાહી સર્જી દીધી હતી. પતરા તો ઠીક પણ સ્‍ટીલના સ્‍ટ્રક્‍ચર, પંખા પણ છત ઉપરથી પડી ગયા હતા. વાવાઝોડાની અસર ગિરનારા આશ્રમ શાળા ઉપર વધુ થઈ હતી. સદનસીબે વેકેશન હોવાથી બાળકો હાજર નહોતા નહીતર મોટું નુકશાન થતું તે અટક્‍યું હતું. ગરીબ પરિવારો ઉપર આવી પડેલી કુદરતી આફતને સામે લોકોની માંગણી કે સરકારકંઈ આર્થિક સહાય કરે. હજુ બે-ત્રણ દિવસ સુધી હવામાનમાં ફેરફારો જોવા મળશે.

Related posts

‘સબકી યોજના, સબકા વિકાસ’ 2024-‘25 અંતર્ગત દમણઃ દુણેઠા ગ્રા.પં.ના સરપંચ સવિતાબેન પટેલના અધ્‍યક્ષ સ્‍થાને સર્વાંગી વિકાસના જયઘોષ સાથે યોજાઈ ગ્રામસભા

vartmanpravah

પારડી પોલીસ દ્વારા ગણેશ મહોત્‍સવ અને ઇદે મિલાદના તહેવારને લઈ શાંતિ સમિતિની બેઠકનું થયેલું આયોજન

vartmanpravah

ચીમલા ગામે રાત્રિના સમયે દીપડો લટાર મારતો હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

સામાજિક વ્યવહાર પરિવર્તન દ્વારા આરોગ્યલક્ષી સેવા લોકો સુધી પહોંચાડવા વલસાડમાં આશા ફેસીલીટેટરોને તાલીમ અપાઈ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લ દ્વારા સેવાકીય કાર્યક્રમોની ત્રિવેણી વહેતી કરાઈ

vartmanpravah

દ.ગુ.વી. કંપની પેટા વિભાગીય કચેરી નાનાપોંઢા દ્વારા સેફટી વિક અંતર્ગત બાળકો માટે વીજ સલામતીને લગતી ચિત્ર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment