March 29, 2024
Vartman Pravah
Other

વલસાડ જિલ્લામાં ગરબા ક્લાસ ચાલુ કરવા માટે સંચાલકોની માંગ

 

 

 

કોરોના ગાઈડલાઈન પાલન અને પ૦ ટકાની હાજરી અંગે સંચાલકોઍ બાંહેધરી આપી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)

વાપી, તા.૦૮ : કોરોનાના સંક્રમણને લઈ ગત વર્ષે નવરાત્રી સહિતના તમામ તહેવાર બંધ રહ્ના હતા. તેથી જિલ્લામાં ચાલતા ગરબા ક્લાસિસ પણ બંધ હતા. આ વર્ષે કોરોના સંક્રમણ ઘટી ચૂક્યુ છે. ત્યારે ગરબા ક્લાસીસ સંચાલકોઍ વલસાડ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ગરબા ક્લાસ ચાલુ કરવાની માંગણી કરી હતી. વલસાડ સહિત જિલ્લામાં ૭૦ જેટલા ગરબા ક્લાસીસ કાર્યરત છે. ગયા વર્ષે બંધ રહેલા તેથી આ વર્ષે ક્લાસ ચાલુ કરવા અંગેની માંગ કરી સંચાલકોઍ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.
ગરબાથી ફીટનેશ વધશે તેવું જણાવી સંચાલકોઍ જણાવ્યું હતું કે, ગત વર્ષે ક્લાસ બંધ હોવાથી આર્થિક ભીંસ સંચાલકો અનુભવી રહ્ના છે. અમો કોરોનાની ગાઈડ લાઈન મુજબ પ૦ ટકા સંખ્યા સાથે ગરબા ક્લાસ ચાલુ કરવાની ચાલુ રાખીશુ. બીજુ સુરત નવસારી વગેરે જિલ્લામાં ગરબા ક્લાસ ચાલુ કરવાની પરમીશન અપાઈ છે તે મુજબ વલસાડ જિલ્લાને પણ પરમીશન મળે તેવી માંગ કરી છે.

Related posts

વણાકબારા ખારવા સમાજના મહામંત્રી, ખજાનચીનું અકસ્‍માતમાં મોત, થતાં દીવ જિલ્લામાં શોકનો માહોલ

vartmanpravah

દાનહઃ ભીલોસા કંપનીમાં કામ કરતા કર્મચારીનું ગટરમાં પડી જતાં સારવાર દરમ્‍યાન નિપજેલું મોત

vartmanpravah

દાનહ કોંગ્રેસ સમિતિ દ્વારા ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરવામાં આવેલી જોરશોરથી ઉજવણી

vartmanpravah

દાનહઃ સુરંગી ગ્રામ પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચતા કરાયું સ્‍વાગત

vartmanpravah

04 જાન્‍યુઆરીએ ‘દીવ બીચ ગેમ્‍સ-2024’નો ભવ્‍ય ઉદ્‌ઘાટન સમારોહ ઘોઘલા બીચ ખાતે યોજાશે

vartmanpravah

પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલ, દમણ જિ.પં. ઉપ પ્રમુખ મૈત્રીબેન પટેલ સહિત અનેક મહાનુભાવોએ શિવ કથાનો લીધેલો લાભ

vartmanpravah

Leave a Comment