(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27: દાદરા નગર હવેલીમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે પરંતુનવરાત્રીના આયોજકોમા ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન સેલવાસમાં 28.4 એમએમ/1.05ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે ખાનવેલમાં 21.0 એમએમ/0.83ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સિઝનનો કુલ વરસાદ 3230.0 એમએમ/ 127.17ઇંચ અને ખાનવેલમાં 3102.4 એમએમ/ 122.14ઇંચ થયો છે. મધુબન ડેમનું લેવલ 79.55 મીટર છે. ડેમમાં પાણીની આવક 8031 ક્યુસેક અને પાણીની જાવક 7611 ક્યુસેક નોંધાઈ હતી. અથાલ બ્રિજ નજીક પાણીનું લેવલ 26.100મીટર છે. હવામાન વિભાગ દ્વારા હજી બે દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
