October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાના અધ્‍યક્ષસ્‍થાને બાળકો માટે નિઃશૂલ્‍ક નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો

સેવા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 10 વર્ષથી કાર્યરત સેવા યજ્ઞ, ચાલુ વર્ષે 5000 વિદ્યાર્થીઓને 21 હજારથી વધુ નોટબુક વિતરણ કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.24: ‘‘વિદ્યા દાન, મહા દાન”ની ઉક્‍તિને વલસાડના સેવા મિત્ર મંડળ ટ્રસ્‍ટે સાર્થક કરી દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાલુ શૈક્ષણિક વર્ષે જિલ્લાની વિવિધ શાળાઓમાં ગરીબો બાળકોનેનોટબુકનું નિઃશુલ્‍ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેનો અંદાજે પાંચ હજાર બાળકોને લાભ મળશે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાના હસ્‍તે વિવિધ સ્‍કૂલમાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
છેલ્લા 10 વર્ષથી ચાલતાં નિઃશુલ્‍ક નોટબુક વિતરણના સેવાયજ્ઞમાં આ વર્ષે પણ સંસ્‍થાના સભ્‍યો દ્વારા વલસાડ શહેર તથા જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્‍તારમાં આશરે 130 કિલોમીટર દૂર જંગલ વિસ્‍તારમાં આવેલી વિવિધ શાળા તથા છાત્રાલયમાં અભ્‍યાસ કરતા બાળકોને 21 હજારથી વધુ નોટબુકનું નિઃશુલ્‍ક વિતરણ છેલ્લા 5 દિવસથી કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાના હસ્‍તે વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયુ હતું. શિક્ષણ એ માનવીનો મૂળભૂત અધિકાર હોવાનું જણાવી એસપી ડો.વાઘેલાએ બાળકોને ભણતરનું મહત્‍વ સમજાવી ઉજ્જવળ ભવિષ્‍યનું માર્ગદર્શન આપ્‍યું હતું.
શિક્ષણના આ સેવા યજ્ઞમાં સેવા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 10 વર્ષથી નોટબુક વિતરણ કરવામાં આવે છે. આ નોટબુકનો ખરા અર્થમાં વિદ્યાર્થીઓ દ્વારા જ ઉપયોગ કરવામાં આવે છે કે કેમ તે અંગે પણ ધ્‍યાન રાખવામાં આવે છે. એવા અનેક વિદ્યાર્થીઓ નિહાળવા મળ્‍યા કે જેમણે પાછલા વર્ષોમાં આ નોટબુકનોઅભ્‍યાસ માટે ઉપયોગ કર્યો હતો. જેથી આગામી વર્ષોમાં પણ સેવા મિત્ર મંડળ દ્વારા જિલ્લાના જરૂરીયાતમંદ હજારો ગરીબ બાળકો માટે ‘‘વિદ્યા દાન, મહા દાન” અભિયાન અવિરત ચાલુ રહેશે. મંડળ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓથી સમાજમાં માનવતાની મહેક પ્રસરી છે.
-000-

Related posts

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન દારૂ-બિયરના પ્રભાવને ખતમ કરવા ચૂંટણી તંત્રએ શરૂ કરેલી કવાયત: સંઘપ્રદેશના મુખ્‍ય ચૂંટણી અધિકારી ટી.અરૂણે પ્રદેશના 8 ડિસ્‍ટિલરી પ્રબંધકો સાથે બેઠક કરી આપેલી જાણકારી

vartmanpravah

વાપી પાલિકા અને આર.ઓ. પ્‍લાન્‍ટ સંચાલકોના વિવાદનો અંતઃ પાલિકાએ ગાઈડલાઈન જારી કરી દિશાનિર્દેશ આપ્‍યા

vartmanpravah

ચીખલી તાલુકામાં કમોસમી વરસાદથી ખેતરોમાં ડાંગરના પુળીયા ભીંજાતા ખેડૂતોને ભારે નુકસાન

vartmanpravah

ખાનવેલ સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટે મોર્રમ અને અન્‍ય ખનીજોના ખનન પર લગાવ્‍યો પ્રતિબંધ

vartmanpravah

દાનહ રમત-ગમત અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બોક્‍સ ક્રિકેટ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક તા. ૧૬ મી સપ્ટેમ્બરે મળશે

vartmanpravah

Leave a Comment