October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ત્રણ સંતાનોના નરાધમ પિતાએ 13 વર્ષની બાળકીને ગર્ભવતી બનાવી : ચોમેર ફિટકાર વરસ્‍યા

સ્‍લમ વિસ્‍તારમાં બનેલો બનાવ : બાળકીને પેટમાં પીડા થતા હોસ્‍પિટલ લઈ જવાતા ઘૃણાસ્‍પદ ઘટના ઉજાગર થઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: સમગ્ર સમાજને શર્મસાર કરતી ઘટના વાપી ટાઉનમાં ઘટની છે. વાપીના એક સ્‍લમ વિસ્‍તારમાં રહેતી 13 વર્ષની બાળકી સાથે દુષ્‍કર્મ કરીને ત્રણ બાળકોના નરાધમ પિતાએ ગર્ભવતી બનાવી દીધાની ચોંકાવનારી હકિકત પ્રકાશમાં આવતા ચોમેરથી નરાધમ સામે ફીટકાર વરસ્‍યો હતો.
વાપીના સભ્‍ય સમાજને આંચકો આપતી ઘટનાની વિગત મુજબ સ્‍લમ વિસ્‍તારમાં રહેતી 13 વર્ષની બાળકી સાથે પડોશમાં રહેતા ત્રણ સંતાનોના પિતા અવાર નવાર બાળકીને ફોસલાવી પટાવી દુષ્‍કર્મ આચરતો રહેલો. બાળકીને પેટમાં દુખાવો ઉપડતાપરિવાર બાળકીને હોસ્‍પિટલમાં સારવારમાં લઈ ગયો હતો ત્‍યારે તબીબી પરિક્ષણ દરમિયાન બાળકી ગર્ભવતી હોવાની દર્દ દાયક વિગતો સામે આવતા ગરીબ પરિવાર હત્‌સ્‍પદ થઈ ગયો હતો. સમગ્ર મામલો ટાઉન પોલીસમાં પહોંચ્‍યો હતો. પોલીસે પોસ્‍કો એક્‍ટ મુજબ ગુનો નોંધી નરાધમ આરોપીની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

વલસાડ જિલ્લા તમાકુ નિયંત્રણ કમિટીની બેઠક કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

સિકલસેલ એનિમિયા અંગે જાગૃતિ ફેલાવવા ધરમપુરના ઉગતા ગામની આશ્રમશાળામાં પપેટ શો યોજાયો

vartmanpravah

ધરમપુર કાકડકુવા ગામે ડ્રાઈવરો માટે અમલી બનેલ કાયદાનો વિરોધ કરવા મોટી સંખ્‍યામાં ડ્રાઈવરોની સભા યોજાઈ

vartmanpravah

આર.કે.દેસાઈ મેમોરિયલ ટ્રસ્‍ટ વાપી રજત જયંતીમાં પ્રવેશ અને ડો.મોના શાહ દ્વારા લિખિત બકુલા ઘાસવાલા અનુવાદિત ‘એકાંશ’ પુસ્‍તકનું કરાયેલું વિમોચન 

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જનરલ, ખર્ચ અને પોલીસ ઓબ્‍ઝર્વર સાથે મહત્‍વપૂર્ણ બેઠક યોજાઈ

vartmanpravah

વાપી છીરીમાં ડમ્‍પરે બાઈકને ટક્કર મારી દેતા બાઈક સવાર પિતાનું મોત : પુત્ર ઉગરી ગયો

vartmanpravah

Leave a Comment