April 26, 2024
Vartman Pravah
Other

વાપીના ચાર કોલ્ડ સ્ટોરેજ પૈકી ત્રણ ખરાબ હાલતમાં : શબને વલસાડ લઈ જવા પડે છે

મરામત અને યોગ્ય સંચાલનના અભાવે ઉભી થયેલ સ્થિતિઃ વાપીમાં મહિને ૧૦ ઉપરાંત લાશોને સાચવવાની જરૂરીયાત ઉભી થાય છે

 

 

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વાપી, તા. ૦૮
વાપી, રેલ્વે સ્ટેશન સાથે સંકળાયેલ મથક છે. રેલ્વેમાં પાટા અોળંગતા અનેક અજાણ્યા મોતને ભેટે છે. ભિખારીઅો જ્યાં ત્યાં મૃત હાલતમાં મળે છે. તેથી વાપીમાં બિનવારસી લાશ સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજની અતિ આવશ્યકતા હતી અને ભૂતકાળમાં માંગ પૂર્ણ પણ થઈ છે.
વાપી પી.ઍસ.સી. ખાતે ચાર કોલ્ડ સ્ટોરેજ કાર્યરત કરવામાં આવ્યા હતા. પરંતુ જાળવણી અને વહીવટી ખામીને લઈ હાલમાં ઍક જ કોલ્ડ સ્ટોરેજ ચાલુ છે જેથી કરીને લાશને વલસાડ સુધી લઈ જવાની વાપીને માથે વધુ ઍક કમનસીબી થોપાઈ છે.
વાપીમાં દોઢેક વર્ષ પહેલા ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ, પાલિકા પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ, હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રી અરવિંદ શર્મા વગેરેના નોîધનીય પ્રયત્નોમાં ચાર યુનિટ ધરાવતુ કોલ્ડ સ્ટોરેજ કાર્યરત કરવામાં આવ્યું છે. પરંતુ માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં કોલ્ડ સ્ટોરેજનું ઍકમાત્ર યુનિટ કાર્યરત છે. આ બાબતે જિલ્લા આરોગ્ય વિભાગ ખો આપી રહ્નાં છે.
ઈઆર.ઍમ.અો. ડો.નિતિન પટેલે આ સમસ્યાનો ફોડ પાડતા જણાવ્યું હતું કે, યુનિટ મરામત માટે બ્લ્યુસ્ટાર કંપનીઍ ૭૫૦૦ રૂ. વિઝીટ ફીના માંગ્યા છે જે ચૂકવે કોણ ઍવી અવઢવ ઉભી થઈ છે. બીજી તરફ પાલિકાઍ કોલ્ડ સ્ટોરેજ માટે જ્ગ્યા, રૂમ ફાળવ્યા છે પરંતુ નિભાવ અનેજાળવણી માટે હાલ કોઈ ઍજન્સી જવાબદારી નહી ઉઠાવતી હોવાથી ૩ કોલ્ડ સ્ટોરેજ યુનિટ બંધ હાલતમાં છે અને બીનવારસી લાશો અંગે કામગીરી કરતી જયમતે ઉલેમા ટ્રસ્ટ, રેલ્વે પોલીસ, પોલીસ વિગેરેને મોટી તકલીફનો સામનો કરવો પડી રહ્ના છે. ક્યારેક લાશ કહોવાઈ જતી હોય છે અથવા વલસાડ કોલ્ડ સ્ટોરેજ સુધી પહોîચાડવી પડતી હોય છે ત્યારે વાપીની કોઈ સામાજિક સંસ્થા અથવા ઉદ્યોગપતિઍ આગળ આવવું પડશે અને કોલ્ડ સ્ટોરેજ જાળવણી નિભવણીની જવાબદારી ઉઠાવવી પડશે તેવી સમયની માંગ વર્તાઈ રહી છે.

Related posts

મોટી દમણના પરિયારી ખાતે આવેલ વારલીવાડ તળાવને અવ્‍યવહારિક રીતે ઊંડું કરતા બાજુમાં રહેતા લોકો માટે મોતનો કૂવો બનવાની સંભાવના

vartmanpravah

સંઘપ્રદેશમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

vartmanpravah

સેલવાસમા ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા આયોજીત ભાગવત કથા સપ્તાહનું સમાપન કરાયું

vartmanpravah

સેલવાસમાં સોસાયટીઓમા ગણપતિ મૂર્તિના સ્‍થાપના

vartmanpravah

આજે સેલવાસના અટલભવન ખાતે ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરનું ભવ્‍ય સ્‍વાગત કરાશે

vartmanpravah

નરોલીઃ મોતને આમંત્રણ આપતું બાંધકામ

vartmanpravah

Leave a Comment