Vartman Pravah
દમણ

સંઘપ્રદેશના પંચાયતી રાજ સચિવની આકસ્મિક તપાસમાં ઉજાગર સોમનાથ ગ્રામ પંચાયતમાં વહીવટી અનિયમિતતાઃ દસ્તાવેજાની જાળવણીમાં કચાશ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૦૮ઃ
સોમનાથ ગ્રામ પંચાયતમાં વિવિધ દસ્તાવેજાનો રખરખાવ અને પંચાયત વિસ્તાર તથા પંચાયત ઘરમાં સ્વચ્છતાનો અભાવ દેખાતા આજે સોમનાથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ચૈતાલીબેન કામલીને પંચાયતી રાજ સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવત દ્વારા કારણદર્શક નોટિસ જારી કરાતા દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં સનસનાટી ફેલાઈ જવા પામી છે.
પ્રા માહિતી પ્રમાણે આજે સંઘપ્રદેશના પંચાયતી રાજ સંસ્થાના સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતના નેતૃત્વમાં જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન અને બીડીઅો શ્રી પ્રેમજી મકવાણા દ્વારા સોમનાથ ગ્રામ પંચાયત વિસ્તાર અને પંચાયત કાર્યાલયની આકસ્મિક તપાસ શરૂ કરી હતી. જેમાં અનેક અનિયમિતતાઅો જેવી કે, દસ્તાવેજાની યોગ્ય જાળવણી તથા નીતિ-નિયમ મુજબ કામકાજનો અભાવ ઉપરાંત પંચાયત વિસ્તાર અને પંચાયત ઘરમાં સ્વચ્છતાની ઉપેક્ષા સામે આવતા પંચાયતી રાજ સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતે સરપંચ શ્રીમતી ચૈતાલીબેન કામલીને કારણદર્શક નોટિસ જારી કરી સ્વચ્છતા અને વહીવટના સંદર્ભમાં ઉણપ રાખવા બદલ સ્પષ્ટતાની માંગણી કરી છે.
અત્રે નોîધનીય છે કે, આવતા દિવસોમાં પંચાયતી રાજ સચિવ અને તેમની ટીમ દ્વારા દમણ જિલ્લા સહિત પ્રદેશની બીજી ગ્રામ પંચાયતોમાં પણ આકસ્મિક તપાસનું અભિયાન શરૂ કરવામાં આવનાર છે. સોમનાથ ગ્રામ પંચાયતમાં આકસ્મિક તપાસ શરૂ થઈ હોવાની વહેતી થયેલી ખબરથી દમણ જિલ્લાની કેટલીક ઔદ્યોગિક વિસ્તારોની ગ્રામ પંચાયતોના સરપંચોની ઊંઘ પણ ઉડી જવા પામી છે.

Related posts

દાનહ કોંગ્રેસ નેતા પ્રભુભાઈ ટોકિયાએ પ્રદેશના ચર્ચાસ્‍પદ બનેલા લેન્‍ડલેસ પ્‍લોટ કૌભાંડની સીબીઆઈ કેમ્‍પમાં માંગેલી તપાસ

vartmanpravah

દાનિક્‍સ અધિકારીઓની બદલી અને વિભાગોમાં ફેરબદલ

vartmanpravah

ભારત રામરાજ્‍યની તરફઃ ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ

vartmanpravah

બુધવારે દમણ અને સેલવાસમાં હિન્‍દુ હિત રક્ષા સમિતિ દ્વારા બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ ઉપર થઈ રહેલા અત્‍યાચારના વિરોધમાં ધરણાં-પ્રદર્શનનું આયોજન

vartmanpravah

આજે મોટી દમણના ભીતવાડી સમુદ્ર કિનારે યોજાશે શિવ સિન્‍ધુ મહોત્‍સવ

vartmanpravah

યુ.કે.માં દમણ-દીવ સહિત ભારતીય મૂળના લોકો ઉપર પાકિસ્‍તાનીઓ દ્વારા થઈ રહેલા હૂમલા વિરોધમાં ગુરૂવારે મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડથી કલેક્‍ટરાલય સુધી વિશાળ રેલીનું આયોજન

vartmanpravah

Leave a Comment