Vartman Pravah
Breaking Newsગુજરાતદેશવાપી

શનિવારે ને.હા.નં.48 ઉપર કાજલી-તલાસરી ખાતે માહ્યાવંશી સમાજના અતિથિ ગૃહનું થનારૂં ભૂમિપૂજન

  • સમાજના આગેવાન અને દાનવીર કેપ્‍ટન અમૃત માણેક દ્વારા અતિથિ ગૃહના નિર્માણ માટે માહ્યાવંશી વિકાસને મંચને કરાયેલું ભૂમિદાન

  • માહ્યાવંશી વિકાસ મંચના સ્‍વપ્નદૃષ્‍ટા કર્મયોગી મનહરભાઈ પટેલના પ્રયાસોથી સમાજ એક તાંતણે બંધાતા સમાજના વિકાસનો વધી રહેલો વિસ્‍તાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વાપી,તા.03
અગામી શનિવારે સવારે 10:30 કલાકે નેશનલ હાઈવે નંબર 48 ઉપર મહારાષ્‍ટ્રના કાજલી – તલાસરી ખાતે આવેલ સ્‍થળે માહ્યાવંશી સમાજના અતિથિ ગૃહના ભૂમિ પૂજનનું આયોજન કરાયું છે.
ગુજરાતથી જતા મુંબઈ બોર્ડર ઉપર નેશનલ હાઈવે નં.48 હોટલ સહ્યાદ્રીની સામે ચાણક્‍ય નગરી, કાજલી-તલાસરી ખાતે આગેવાન સમાજ સેવક અને દાનવીર કેપ્‍ટન અમૃત માણેક દ્વારા કરાયેલા ભૂમિદાન ઉપર સમસ્‍ત માહ્યાવંશી સમાજ માટે માહ્યાવંશી વિકાસ મંચના નેજા હેઠળ અતિથિ ગૃહના નિર્માણનું આયોજન હાથ ધરાયું છે. જેનું ભૂમિ પૂજન શનિવારના 10:30 કલાકે નિર્ધારિત કરાયું છે.
અત્રે નોંધનીય છે કે, માહ્યાવંશી વિકાસ મંચના સ્‍વપ્નદૃષ્‍ટા અને કર્મયોગી શ્રી મનહરભાઈ પટેલના પ્રયાસથી સમસ્‍ત સમાજને એક તાંતણે બાંધી આજે સમગ્ર ભારતમાં માહ્યાવંશી સમાજનું નામ ગુંજતું કરવા સફળ રહ્યા છે.
દેશ-વિદેશમાં રહેતા માહ્યાવંશી સમાજના લાખો લોકો નેશનલ હાઈવે નંબર 48થી પસાર થશે ત્‍યારે આન બાન અને શાનના સ્‍વરૂપમાં માહ્યાવંશી સમાજનું અતિથિ ગૃહ આપની રાહ જોતું હશે.
માહ્યાવંશી સમાજે અતિથિ ગૃહના નિર્માણનું કરેલું આયોજન આવતા દિવસોમાં દેશના પ્રગતિશીલ સમાજ માટે પણ પ્રેરક બનશે એવું માનવામાં આવી રહ્યું છે.

Related posts

સેલવાસ નક્ષત્ર વન ગાર્ડનમાં સહેલગાહે આવતાં દરેક લોકોએ હવે ફી ચૂકવવી પડશે

vartmanpravah

શ્રીમદ્દ રાજચંદ્ર સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરમાં Y-20 અંતર્ગત ‘ગુજરાત સંવાદ’ યોજાયો

vartmanpravah

સરીગામ જીઆઈડીસીના કામદારોની સુરક્ષાના અભાવે માથે ભમતું મોતઃ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍ય વિભાગની બલિહારી

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા દાદરા ગામે હત્‍યાના આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

ચીખલીમાં મોબાઈલ ફોનની દુકાનમાં ચોરી કરનાર આરોપીઓના 6 દિવસના રિમાન્‍ડ મંજૂર

vartmanpravah

સેલવાસ મુલાકાતને વધાવવા દાનહની તિઘરા ઉચ્‍ચ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીએ રંગોળી દ્વારા પ્રધાનમંત્રીની તસવીરનો આપેલો આકાર

vartmanpravah

Leave a Comment