Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અરણાઈ ખાતે આંતરરાષ્‍ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી તથા દેશી બીજ બેન્‍કનું ઉદઘાટન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: કપરાડા તાલુકાના અરણાઈ ગામે તારીખ 22 મે 2024 ના દિવસે આંતરરાષ્‍ટ્રીય જૈવ વિવિધતા દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. આ કાર્યક્રમનો મુખ્‍ય હેતુ આંતરરાષ્‍ટ્રીય જૈવ વિવિધતાદિવસની ઉજવણી કરવા તથા દેશી બીયારણની બીજ બેંકનુ ઉદઘાટન કરવાનો હતો. આ બીજ બેંકની સ્‍થાપના તથા તાંત્રિક સહાય BAIF Livelihoods અને આર્થિક સહાય Alliance of Bioversity and CIAT તથા Anchor by Panasonic દ્વારા કરવામા આવી છે.
કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે ડૉ.દીબંગર દેવરી જેઓ કપરાડા કોલેજના પ્રિન્‍સિપાલ તરીકે કાર્યરત છે. તેમની સાથે મનોજભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. મુખ્‍ય મહેમાનશ્રીઓ શ્રી સંજય પાટિલ (ચીફ થીમેટીક પ્રોગ્રામ એક્‍સિકયુટિવ) મુખ્‍ય વિશેષજ્ઞ, શ્રી ઓમ દેશમુખ ઓર્ગનિક પ્રગતિશીલ ખેડૂત; નાશિક, શ્રી ઉત્‍કર્ષ ઘાટે, મુખ્‍ય વિશેષજ્ઞ બાયફ પુણે, શ્રી અનુપ મહાજન સી.એસ.આર. કોર્ડિનેટર, એલ એન્‍ડ ટી, શ્રી જીતીન સાઠે, એ.સી.પી.ઈ. દક્ષિણ ગુજરાત, શ્રી અભિષેક પાંડે એ.સી.પી.ઈ. દક્ષિણ ગુજરાત હાજર રહ્યા હતા. પંચાયતના સભ્‍ય શ્રી ભાગીરથભાઈ, શુકરભાઈ ઝીમતા ડેપ્‍યુટી સરપંચ, અરણાઈ હાજર રહ્યા હતા. ચાર દીવાલનું ભણતરની સાથે-સાથે બહારનું શીખવા માટે કોલેજના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. કુલ 100 જેટલા સભ્‍યો હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમ્‍યાન ચર્ચાના મુખ્‍ય મુદ્દાઓ જેવા કે દેશી બિયારણ જે પહેલા દક્ષિણ ગુજરાતમાં જોવા મળતું હતું અને લોકો તેનો ખોરાક તરીકે ઉપયોગ કરતાં હતા.જે હવે ભુલાઈ ગયું છે, આવા દેશી બિયારણને કેવી રીતે ટકાવી રાખવું, તેમનું મહત્‍વ વિશે વિસ્‍તૃત ચર્ચા કરવામાં આવી હતી. હજુ પણ અમુક અંતરિયાળ વિસ્‍તારમાં અમુક જાતનું બિયારણ ઉપલબ્‍ધ છે તેને કેવી રીતે શોધવું જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.
આ પ્રકારની બીજ બેન્‍કની સ્‍થાપના પાછળનો હેતુ એવો છે કે આજના જમાનમાં જે હાઇબ્રિડ બિયારણનો વધુ પડતો ઉપયોગ અને તેનું વધારે ઉત્‍પાદનના કારણે જે આપણું દેશી બિયારણ જે ખાવામાં સ્‍વાદિષ્ઠ તથા પોષણયુક્‍ત હતું અને જેને આપણાં વડીલો ખાવામાં વાપરતા હતા તે આપણે ભૂલતા ગયા છીએ. તો આ દેશી બિયારણનું સંવર્ધન કરવું, ખેતી કરવી અને ટકાવી રાખવું. આવા પોષણયુક્‍ત આહાર લેવાથી આપણું સ્‍વાસ્‍થ્‍ય સારું રહે છે.

Related posts

અતુલમાં યુવતિ સાથે વિડીયો ફોન ઉપર વાત કરવાના મામલે પરિવારને બંધક બનાવી ધમકી આપતા 12 વિરૂધ્‍ધ ફરિયાદ

vartmanpravah

ધરમપુરના ગુદીયા ગામમાંથી એસ.ઓ.જી.એ 26400 ના મુદ્દામાલ સાથે વિસ્‍ફોટકોનો જત્‍થો ઝડપ્‍યો

vartmanpravah

વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પારડીમાં વિજયા દશમીનો યોજાયેલો કાર્યક્રમ

vartmanpravah

ઉમરગામમાં બિલ્‍ડીંગના ત્રીજા માળેથી પટકાયેલા બાળકનું મોત

vartmanpravah

વાપી ગીતાનગર કંગન સ્‍ટોર્સમાં ચોરી : સામાન અને રોકડ મળી તસ્‍કરો 3 લાખની મત્તા ચોરી ગયા

vartmanpravah

સેલવાસ નગરપાલિકાના સીઓ તરીકે ચાર્મી પારેખે સંભાળ્‍યો ચાર્જ

vartmanpravah

Leave a Comment