October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ડુંગરા પોલીસે 1 વર્ષથી પેરોલ પરથી એન.ડી.પી.એસ. ગુનાના ફરાર આરોપીને ઝડપી પાડયો

પાકા કામનો કેદી દિનેશ ગજેન્‍દ્ર મોહિતે લાજપોર મધ્‍યસ્‍થ જેલમાંથી જમ્‍પ કરેલ હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી ડુંગરા પોલીસે 1 વર્ષથીપેરોલ પરથી જંપ કરી એન.ડી.પી.એસ. ગુનાનો આરોપી એક વર્ષથી ફરાર હતો. પોલીસે કરમખલથી ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ડુંગરા પોલીસ સ્‍ટેશનના એન.ડી.પી.એસ. ગુનાના આરોપી દિનેશ ગજેન્‍દ્ર મોહિતેને ઝડપી પાડી જે તે સમયે એન.ડી.પી.એસ. કોર્ટે વલસાડમાં રજૂ કરાયેલો હતો. નામદાર કોર્ટે આરોપીને 10 વર્ષ કેદની સજા અને 1 લાખ દંડ બદલ 05 માસની સજા ફટકારી હતી તેથી પાકા કામ અને કેદીને લાજપોર મધ્‍યસ્‍થ જેલ સુરત ખાતે મોકલી આપેલ હતો. આરોપીને દિવસ 15 ની રજા ઉપર છોડવામાં આવ્‍યો હતો અને તા.26-04-23 ના રોજ હાજર થવાનું હતું પરંતુ કેદી દિનેશ મોહિતે હાજર થયેલ નહી ને પેરોલ જંપ કરી એક વર્ષથી નાસતો ફરતો હતો. જેને ડુંગરા પોલીસ શોધતી હતી. અ.હે.કો. ભરતભાઈ ભગવાનનાઓ મળેલ બાતમી આધારે પોલીસ સ્‍ટાફ સહિત પેટ્રોલીંગમાં હતા ત્‍યારે એન.ડી.પી.એસ. ગુનાના ફરાર આરોપીને કરમખલ ખાતેથી શોધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

વિધાનસભા ચૂંટણી-2022 અંતર્ગત જિલ્લાના 90 માઈક્રો ઓબ્‍ઝર્વરની તાલીમમાં ઓબ્‍ઝર્વરોએ માર્ગદર્શન આપ્‍યું

vartmanpravah

સેલવાસ ઝંડાચોક અંગ્રેજી માધ્‍યમ શાળાના વિદ્યાર્થીઓએ નમો મેડીકલ કોલેજ અને અક્ષયપાત્ર ફાઉન્‍ડેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

કપરાડાના કુંભઘાટમાં પતરાં ભરેલી ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

વાપી ટ્રાન્‍સપોર્ટ એસોસિએશન આયોજીત ક્રિકેટ મેચ ટુર્નામેન્‍ટનો સમાપન કાર્યક્રમ યોજાયો : શ્રી શ્‍યામ ઈલેવન ફાઈનલ વિજેતા

vartmanpravah

આજે દાદરા નગર હવેલીમાં વિવિધ મંદિરોમાં જલારામ જયંતીની ઉજવણી કરાશે

vartmanpravah

પારડી હાઈવે વલ્લભ આશ્રમ સામે યુવાનનું બાઈક ગ્રીલ સાથે ભટકાતા ઘટના સ્‍થળે મોત 36 વર્ષિય નિતિનભાઈ ગજેરાએ બાઈકનો કાબુ ગુમાવતા અકસ્‍માત સર્જાયો

vartmanpravah

Leave a Comment