Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નામધામાં 15 વર્ષિય સગીરાએ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર

નામધા રોડ ઉપર ચાલીમાં રહેતા શ્રમિક પરિવારની સગીરાએ કેમ આપઘાત કર્યો, અનેક તર્કવિતર્ક

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી નામધા રોડ ઉપરચાલીમાં રહેતા શ્રમિક પરિવારની 15 વર્ષિય સગીરાએ ઘરમાં કોઈ નહોતુ ત્‍યારે ગળે ફાંસો ખાઈ આત્‍મહત્‍યાની ઘટના બુધવારે સાંજના ઘટી હતી. ઘટના બાદ વિસ્‍તારમાં ચકચાર મચી જવા પામી હતી.
વાપી નામધા રોડ ઉપર ચાલીમાં રહેતો શ્રમિક પરિવાર બુધવારના રોજ ઘરેથી બહાર હતો. સાંજના આવી જોયુ તો 15 વર્ષિય પૂત્રી દેખાતી નહોતી, આમતેમ તપાસ કર્યા બાદ સગીરા ઘરમાં આત્‍મહત્‍યા કરેલી હાલતમાં મળી આવી હતી. આત્‍મહત્‍યાના સમયે સગીરા ઘરમાં એકલી હતી. ઘટના અંગે પોલીસે વાપી ટાઉન પોલીસને જાણ કરી હતી. ઘટના સ્‍થળે પહોંચી પોલીસે લાશનો કબજો મેળવીને પી.એમ. માટે મોકલી આપી હતી તેમજ પરિવારના લોકો, પડોશીઓના પોલીસે નિવેદન લીધા હતા. અગમ્‍ય કારણોસર સગીરાએ આત્‍મહત્‍યા કર્યાની ઘટનાને લઈ અનેક તર્કવિતર્ક ઘટના બાદ વહેતા થયા હતા. પોલીસે વધુ આગળની તપાસ હાથ ધરી છે.

Related posts

વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલના નેતૃત્વમાં ગાંધીનગરમાં રિવર લિંક પ્રોજેક્ટ વિરોધમાં આદિવાસીઓઍ કરેલો સત્યાગ્રહ: વિધાનસભા ઘેરવાનો કરેલો પ્રયાસ

vartmanpravah

દીવ ન.પા.ની ચૂંટણીમાં શિક્ષિત, સેવાભાવી, પ્રમાણિક અને ખમતીધર લોકોને આગળ આવવા પ્રગટ થઈ રહેલો જનમત

vartmanpravah

દમણના પાર્થ જોષીએ ગોવામાં રમાયેલી સ્‍ટેટ બેડમિન્‍ટન રેન્‍કિંગ ટુર્નામેન્‍ટમાં ડબલ્‍સમાં જીતેલો સિલ્‍વર મેડલ

vartmanpravah

દમણ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાને પકડેલું લોક આંદોલનનું સ્‍વરૂપ

vartmanpravah

દાનહના નરોલી સોલંકી પરિવાર દ્વારા અંતિમરથનું લોકાર્પણ કરાયું

vartmanpravah

પ્રમુખ ગાર્ડન સોસાયટીમા ગણગૌર ઉત્‍સવમાં છવાયો રાજસ્‍થાની લોકરંગ

vartmanpravah

Leave a Comment